ધારીના ઢોલરવા ગામે બે જુથ વચ્ચે બઘડાટી

અમરેલી,
ધારી તાલુકાના ઢોલરવા ગામે રામજી મંદિર પાસે ચોકમાં તા. 3-2 ના બપોરના ગભરૂભાઈ વિસામણભાઈ ધાધલ ઉ..વ. 58 ના પત્નિ ચંદ્રાબેન ગત ગ્રામપંચાયતની ચુંટણીમાં સરપંચ પદે અનક રાણીંગભાઈ વાળાના પત્નિ રયકુબેનની સામે જીતી ગયેલ. જેનો ખાર રાખી આગામી ગ્રામપંચાયતની ચુંટણીમાં ગભરૂભાઈ કે તેના પરીવાર તરફથી કોઈપણ સભ્ય ચુંટણી લડવા ઉભું ન રહે તે અંગે સમાન ઈરાદા સાથે આરોપીઓએ એક સંપ કરી રણજીત અનકભાઈ,વિજય દિપુભાઈ,ચંપુ દેહાભાઈ , ઉદય ચંપુભાઈ. હરેશ રાણીંગભાઈ વાળાએ પાઈબપ તલવાર કુહાડી ધારણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગભરૂભાઈને રણજીતે પાઈપ વડે મારમારી ડાબા હાથે ઈજા કરી ફેકચર તથા ઓપરેશન આવે તેવી ઈજા કરી એભલભાઈ રામભાઈ ધાધલને દિપુએ માથામાં તલવારનો ઘા મારી જયરાજભાઈને ઉદયે માથામાં પાઈપ મારી જયદીેપભાઈ એભલભાઈને વિજય દિપુભાઈ વાળાએ લોખંડનો પાઈપ મારી નાક કે વિચકા ભરી ઉજરડો કરી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચી મારમારી ધમકી આપ્યાની ચલાલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે રણજીતભાઈ અનકભાઈ વાળા ઉ.વ. 31 ના બાઆએ ગત સરપંચની ચુંટણીમાં સરપંચનું ફોમ ભરેલ હોય. અને ચુંટણીમાં હારી જતા આવનારી ચુંટણી માટે તૈયારી કરતા હોય. જે અંગે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માણકુ વિહાભાઈ ધાધલ, ગભરૂ વિહાભાઈ ધાધલ , એભલ રામભાઈ ધાધલ જયદીપ એભલભાઈ ધાધલ, શીવરાજ નનકાભાઈ ધાધલ, જયરાજ દાદભાઈ ધાધલે ગાળો બોલી આડેધડ હથિયારોના ઘા મારી ગાલના ભાગે છરી મારી ઈજાઓ કરી ધમકી આપ્યાની ચલાલા પોલિસ મથકમાં ફરિયાદ