અમરેલી શહેરમાં કિંમતી મોબાઇલ ફોન શોધી મુળ માલીકને આપવામાં આવ્યો

અમરેલી,
અમરેલીના જૈનમભાઇ અલ્પેશભાઇ મકવાણા રહે. માણેકપરાનો ફોન રસ્તામાં પડી ગયો હોય અમરેલી નેત્રમ દ્વારા આ ફોન લઇ જનારને શોધી તે ફોન મુળ માલીકને પરત અપાવેલ. આ કામગીરી “”નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના પી.એસ.આઇ.એચ.એલ. પાથરની સુચના અને માર્ગદર્શન હેઠળ “”નેત્રમ”” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના એ.એસ.આઇ. પ્રકાશભાઇ ગામીત, વિમળાબેન બોરીચા, હેડ કોન્સ. પ્રવિણભાઇ ભાલીયા, પોલીસ કોન્સ. રાજેશભાઇ હિંગુ, અશોકભાઇ ખેતરીયા, મેહુલભાઇ ભુવા, વૈભવભાઇ ચુડાસમા તથા ગૌતમભાઇ માઘડ વિ. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.