વિધાનસભામાં ભાજપ પ્રવક્તા શ્રી મહેશ કસવાળાની સટાસટી

અમરેલી,
આમ આદમી પાર્ટી ખુબ મોટી પાર્ટી છે તેના ચાર-ચાર મંત્રીઓ દિલ્હીની અંદર જેલમાં છે, પંજાબની નવી સરકારનાં એક મંત્રી પણ જેલમાં છે. તેવા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્યને ઉત્તર આપવાની સાથે બજેટ સત્રમાં વિધાનસભા બહાર શ્રી મહેશ કસવાળાએ આમ આદમી પાર્ટીને જાટકી નાખી હતી. આપનાં ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણાનાં સવાલનો જવાબ આપી આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરતા પ્રદેશ આગેવાન અને સાવરકુંડલાનાં ધારાસભ્ય શ્રી મહેશ કસવાળાએ રામલલ્લાની સ્થાપનાથી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર પ્રસ્તાવ ગૃહમાં મુકાતા શ્રી કસવાળાએ પ્રભુશ્રી રામને વંદન અને શ્રી નરેન્દ્રભાઇન અભિનંદન આપ્યાં હતાં.