વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ચિતલ-વડીયા સ્ટોપ આપવા માંગ

અમરેલી,
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સોમનાથથી વડોદરા અને વડોદરાથી સોમનાથ બજેટમાં લઇ નવી ટ્રેન આપવા બદલ રેલ્વે મંત્રી શ્રી અશ્ર્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કરી પુર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડે જણાવ્યું છે કે, આપણી શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર સોમનાથ મહાદેવને સાંસ્કૃતિક નગરી એવા વડોદરા સુધી અઠવાડીયાનાં ગુરૂવાર સિવાયનાં છ દિવસ હાઇસ્પીડ ટ્રેન ફાળવેલ છે. જેથી સૌરાષ્ટ્ર અને વડોદરા સાથેનાં કનેક્શન સારી રીતે શરૂ કરવા બદલ વડાપ્રધાનશ્રી મોદીને પત્ર પાઠવી આભાર માનેલ છે અને જણાવ્યું છે કે, આ ટ્રેન ઢસાથી જેતલસર જ સ્ટોપ હોય જેથી અમરેલી જિલ્લો આ ટ્રેનનાં લાભથી વંચિત રહી જતો હોય તેવું સ્પષ્ટ જણાય છે તો અમરેલી જિલ્લામાં વડીયા તથા ચિતલ બે સ્ટેશનો ઉપર ટ્રેનનો સ્ટોપ આપવો જરૂરી છે. વડીયા તાલુકા મથક છે જેનો લાભ બગસરા, ગોંડલ અને ભેસાણ તાલુકો તેમજ વડીયા તાલુકાનાં પેસેન્જરોને લાભ મળે જ્યારે ચિતલ સ્ટોપ આપવામાં આવે તો લાઠી, બાબરા અને અમરેલી તાલુકા તેમજ શહેરને લાભ મળે તેમ છે તો આ વડોદરા સોમનાથ ટ્રેન આવતા જતા બંને વખત વડીયા અને ચિતલને સ્ટોપ આપવા શ્રી બાવકુભાઇ ઉંધાડે વડાપ્રધાનશ્રી મોદીને પત્ર પાઠવી રજુઆત કર્યાનું જણાવ્યું