ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને ખો આપતી ભાજપની સરકાર : કોંગ્રેસ પ્રમુખશ્રી ભંડેરી

અમરેલી,
ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને છેલ્લા 30 વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર ખો આપી રહી છે, ગુજરાસતના ખેડૂતો પાસેથી પાક વીમાના નામે ફરજિયાત વીમા પ્રીમિયમ ઉઘરાવીને આજ દિન સુધી ખેડૂતોના હક્કનો પાક વીમો પણ ખેડૂતોને આપ્યો નથી, માત્ર નેમાત્ર વીમા કંપનીઓના ખીચા ભરોને ભાજપના નેતાઓએ ભાગ બટાઈ કરીને ખેડૂતોને વિમાના નામે ખો આપવાનું કામ કર્યું છે, વર્ષ-202ર મા ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી આ ભાજપ સરકારે આજે ખેડૂતોના ખર્ચા ડબલ કરી દીધા સમગ્ર ગુજરાતના ખેડૂતોને રોઝ, ભૂંડના ત્રાસમાંથી 30 વર્ષે પણ મુક્તિ અપાવવાનું કામ ગુજરાતની ભાજપ સરકાર કરો શકી નથી, પરિણામે ગુજરાતના ખમીરવંતા ખેડૂતો પોતાના પાકનું રક્ષણ કરવા માટે રાત-દિવસ ઉજાગરા કરીને રોઝ, ભૂંડ તથા હિંસક પ્રાણીઓ સામે જીવના જોખમે ઝજુમી રહ્યા છે, આમ છેલ્લા 30-30 વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને ખો આપવાનું કામ કરી રહી છે તેમ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ જણાવ્યું