અમરેલીમાં બળાત્કારનાં આરોપીનાં જામીન ના મંજુર કરતી સેશન્સ કોર્ટ

પ્રતાપપરા,
કેસની ટૂંકી હકીકત જોઈએ તો અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતી મહિલાના રહેણાંક મકાનને ચલાલા ના પોલીસ કર્મચારી મહેશભાઈ રાઠોડ એ મહિલાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી ગુનો કરેલ તે ફરિયાદમાં આરોપી દ્વારા આગોતરા જામીન અરજી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવેલ જે કેસમાં મૂળ ફરિયાદી તરફે એડવોકેટ શ્રી અજયભાઈ પી ઠાકર અને એજાજ ભાઈ એ શેખ દ્વારા વાંધા જવાબ મૂળ ફરિયાદી તરફે રજૂ કરી ધારદાર દલીલો કરી મૂળ ફરિયાદી તરફે રજૂ કરેલ વાંધા જવાબ તેમજ દલીલોને ધ્યાને લઈ આરોપીના આગોતરા જામીન અરજી અમરેલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટે ના મંજૂર કરી છે.