વરસડા હત્યાકેસમાં આરોપીને અંતિમ શ્ર્વાસ સુધીની કેદ

અમરેલી,
અમરેલીના વરસડા ગામના હત્યા કેસમાં અમરેલીની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા કરી હતી તથા મરનારના આશ્રીતને ત્રણ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.આ કેસની વિગતો એવા પ્રકારનીે છે કે, ગત તા. 4-1-2022ના રોજ રાત્રે અમરેલી તાલુકાના વરસડા ગામે ચંપુભાઇ રામભાઇ વાળા ગુલાબભાઇ ઠાકોર, દડુભાઇ આહિર સહિતના રણછોડદાસબાપુના આશ્રમ માટે ફાળો ઉઘરાવવા નીકળેલ ત્યારે શીવ મંદિર પાસે ચંપુ વલકુભાઇ ધાધલે તમામને રોકયા હતા અને અયોગ્ય વર્તન કરી અપશબ્દો કહી ઉશ્કેરાઇ ચંપુભાઇ રામભાઇ વાળાને મારી નાખવાની ધમકી આપી પડખામાંથી છરી કાઢી છાતીમાં જીણલેણ છરીનો ઘા મારી દેતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. આ બનાવમાં મૃતકના પુત્ર જયવીરભાઇ વાળાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 302 મુજબ ખુનનો ગુનો નોંધી બનાવની તપાસ પીએસઆઇ શ્રી પ્રશાંત બી. લક્કડની ટીમેે કરી હતી. આ કેસ અમરેલીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ શ્રી મમતાબહેન ત્રીવેદીએ રજુ કરાયેલા પુરાવાઓ સાથે આરોપીને સખતમાં સખત સજા કરવા ધારદાર દલીલો કરી હતી. તમામ રજુઆતો અને પુરાવાઓ તથા દલીલોના અંતે સેશન્સ જજ શ્રી એમ.જે. પરાશરે આરોપી ચંપુ ધાધલને આઇપીસી 302માં તકસીરવાન ઠેરવી આજીવન સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ કર્યો હતો જયારે જીપીએકટ 135માં 6 મહીનાની સજા અને એક હજાર દંડ કરવાનો આદેશ કર્યો