ભાજપને ભરી પીશું : લાઠી-કુંકાવાવમાં કોંગ્રેસની બેઠક

અમરેલી,
આગામી લોકસભાની ચુંટણી અને સંગઠનની એક બેઠક લાઠી-બાબરા વિધાનસભાની બેઠક લાઠી મુકામે સર્કિટ હાઉસ ખાતે આજરોજ કારોબારી મીટીંગ મળેલ જેમાં પુર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઇ દુધાતે અધ્યક્ષ સ્થાન સંભાળેલ હતું. બેઠકમાં આ વિસ્તારનાં પુર્વ ધારાસભ્ય અને માજી સાંસદ શ્રી વિરજીભાઇ ઠુંમરે ભારતીય જનતા પાર્ટીની જુઠ્ઠી કાર્યપ્રણાલી અને ગેરકાયદેસરની અનેક કાર્યવાહીઓને ઉજાગર કરી રાષ્ટ્રીય કક્ષાએ જનતાએ જાગીને લોક્શાહીનું હનન કરનારાઓને જાગૃત કરવા ગ્રામ્ય કક્ષા સુધી કોંગ્રેસના દરેક કાર્યકર્તાએ અથાગ મેહનત કરી સામાન્ય માણસની પીડાને વાચા આપી આવી ભ્રષ્ટ શાસન વ્યવસ્થાને નેસ્તનાબુદ કરવા કમર કષવી પડશે. ભારતીય જનતા પાર્ટી અને તેની રાજય અને કેન્દ્રની સરકારે દંભી ધર્મની આડમાં આ દેશમાં વિખવાદ ફેલાવી સાશન કરવાની માનસિકતા કેળવી લીધી છે ત્યારે સામાન્ય જનતાના પ્રાણ પ્રશ્નો જેવા કે, શિક્ષણ, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓ ખેતી અંગેની મુશ્કેલીઓ મોંઘવારી, બેકારી જેવા અનેક વિકરાળ પ્રશ્નો પ્રત્યે જનતાને જગાડી આ ભ્રષ્ટ સરકારને જાકારો આપવો જરૂરી બન્યો છે તેમ કહી કોંગ્રેસ સમયના સાશનમાં થયેલી લોકાપયોગી કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ઠાકરશીભાઇ મેતલીયા એ ભાજપની ભવાઇ અંગે આક્રોશ વ્યકત કરી કાર્યકર્તાઓને હતાશા ખંખેરી ભ્રષ્ટ સરકારને ભો ભીતર કરવા કાર્યકરોને કામે લાગવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઇ દુધાતે કાર્યકરને શીખ આપી આગામી દિવસોમાં સંગઠન ક્ષેત્રે કાયમી કામ કરી કોંગ્રેસને ઉજળી કરનાર કાર્યકર્તાઓને મહત્વ આપી તેમને સરાહનાહ કરવામાં આવશે તેમ કહી ભારતીય જનતા પાર્ટી 35 વર્ષથી ગુજરાતમાં સાશન નું વરવુ પ્રદર્શન કરી લોકોની યાતનાઓમાં કાયમી વધારો કરેલ છે અને મોંઘવારીએ માજા મુકી છે, બેકારીએ વિકરાળ મો ફાડયુ છે, નાના ઉદ્યોગો અને ખેતી પડી ભાંગી છે તેને મઠારવાને બદલે માત્ર મુઠ્ઠી ભર પુંજીપતિઓને અને ભ્રષ્ટ્ર અધિકારીઓને છુટો દોર આપી લોકોનું લોહી ચુસવાનું ઘોર પાપ કર્યુ છે ત્યારે ગાંધી અને સરદારના ગુજરાતને ગોડસે નું ગુજરાત બનતા અટકાવવા આપણે સૌએ ભેખ લેવો પડશે તેમ કહી કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ તરફથી ઉપસ્થિત નિરીક્ષકશ્રીઓ પુર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ રાઠોડ, તળાજા ના પુર્વ ધારાસભ્ય શ્રી કનુભાઇ બારૈયા, પાલીતાણા ના પુર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ રાઠોડ, તળાજા ના પુર્વ ધારાસભ્ય શ્રી કનુભાઇ બારૈયા, ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. મીટીંગમાં પુર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર, પુર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઇ મેતલીયા, પુર્વ જિલ્લા પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી, શ્રી જીતુભાઇ વાળા, લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી આંબાભાઇ કાકડીયા, શ્રી સાર્દુળભાઇ ડેર, શ્રી નનુભાઇ લાડોલા, શ્રી દિનેશભાઇ મકવાણા, શ્રી વજુભાઇ નવાપરીયા, શ્રી ખોડાભાઇ આંસોદર, શ્રી ઘુસાભાઇ હેરમાં, શ્રી રાજુભાઇ ભાલવાવ, બાબરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી જસમતભાઇ ચોવટીયા, બાબરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ચિતરંજનભાઇ છાંટબાર, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનિષભાઇ ભંડેરી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઇ પંડયા, શ્રી જગદીશભાઇ પાનસુરીયા, શ્રી જગદીશભાઇ તળાવીયા, શ્રી નરેશભાઇ અધ્યારૂ, શ્રી કે.કે.વાળા, શ્રી રફિકભાઇ મોગલ સહિત લાઠી બાબરા વિધાનસભા ના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહી આગામી ચુંટણી સંદર્ભે કાર્યકર્તાઓને મહત્વની કામગીરીઓ અંગે માહિતગાર કર્યા હતાં. કુકાવાવ મુકામે તાલુકા કોંગ્રેસ સમિતિની મીટીંગ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત ના અધ્યક્ષ સ્થાને મળી જેમાં તળાજાના માજી ધારાસભ્ય કનુભાઈ બારૈયા પાલીતાણા ના ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ માજી ધારાસભ્ય અને માજી સાંસદ ભાઈ ઠુંમર કુકાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ સત્યમભાઈ મકાણી રવજીભાઈ પાઘડાળ મનસુખભાઈ ગોંડલીયા કુકાવાવના સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ ચોવટીયા અરવિંદભાઈ દોગા ધનજીભાઈ ડોબરીયા કિસાન કોંગ્રેસ કુકાવા પ્રમુખ હકાભાઇ ભરવાડ તાલુકા પંચાયત સદસ્ય છગનભાઈ હિરપરા રાજુભાઈ ભેસાણીયા બાલુભાઈ પાઘડળ કલાભાઈ દેસાઈ વાલજીભાઈ પરમાર ભીખુભાઈ પરમાર દલિત આગેવાન જેઠસુરભાઈ વાળા કનુભાઈ વાળા મધુભાઈ સુસરા રમેશભાઈ માથુકિયા ફૂલભાઈ પેથાણી તેમજ તાલુકા ભરમાથી કોંગ્રેસના આગેવાનો સહકારી આગેવાનો ઉપસ્થિત રહેલ વિરજીભાઈ ઠુંમર અને પ્રતાપભાઈ દુધાત પ્રવીણભાઈ રાઠોડ કનુભાઈ બારૈયા આ ભાજપના રાજમાં ખેડૂને પડતી મુશ્કેલી તેમજ તમામ જાતિના સમાજો ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમાંથી બચવા માટે કોંગ્રેસ એક જ પક્ષ એવોછે જે તમામ સમાજને સાથે લઈને રહી શકે ચાલી શકે તેમજ તમામ સમાજના કોંગ્રેસની સરકાર વખતે સારા કામ થતા હતા તમામ આગેવાનોએ ભાજપને આકરી ટીકા કરેલ છે અને ભાજપ સામે બાથ ભરીને તમામ આગેવાનોને લડવા માટે હાકલ કરવામાં આવેલ છે તેમ કુકાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા જણાવેલ