જુનાગઢમાં મહિલાનું ગુમ થયેલ પર્સ નેત્રમ શાખાએ શોધી આપ્યું

જુનાગઢ,
જુનાગઢના અરજદાર નાઝીમાબેન ઇકબાલભાઇ ખોખર પોતાના પરિવાર સાથે બહારગામથી આવતા હોય અને એસટી સર્કલથી ગોધાવાવની પાટી તરફ જવા ઓટો રિક્ષામાં બેઠલ અને રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમનું જરૂરી સમાન સહિતનું બેગ રિક્ષામાં ભુલાઇ ગયેલ જેથી આ બાબતે જુનાગઢ નેત્રમ શાખાને જાણ કરતા કમાન્ડ કંટ્રોલ સેન્ટર પીએસઆઇ પી.એચ. મશરૂ, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, દેવેનભાઇ સિંધવ, અંજનાબેન ચૌહાણ, એન્જીનીયર રિયાઝભાઇ અનસારી સહિતની ટિમે જહેમત ઉઠાવી જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે રિક્ષાનો સમગ્ર સીસીટીવી ફુટેજની મદદથી રિક્ષા જી જે 11 યુયુ 1879ને શોધીને રિક્ષા ચાલકનો સંપર્ક કરી પુછપરછ કરતા નઝમાબેન ખોખરનું રૂપિયા 30,000ની સોનાની બુટી તથા અન્ય જરૂરી સામાન સહિતનું બેગ રિકવર કરી સહી સલામત નઝમાબેનને પરત આપ્યું