અમરેલીમાં કાલે બીજો ભવ્ય એકલવ્ય રમતોત્સવ યોજાશે

અમરેલી,
અમરેલીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલો ઈન્ડિયાના વિચારને સાર્થક કરવાના પ્રયાસરૂપેસતત બીજા વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત તારીખ:-10/02/2024ના રોજ ઘ.ન્.જીજી ગ્રાઉન્ડ વિદ્યાસભા અમરેલી ખાતે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું યોજાશે. અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિધ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન સ્વરૂપે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું આયોજન થઈ રહ્યું છે.જેમાં શાળા લેવલે વિજેતા થનાર 1200 જેટલા બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ લેવલે ભાગ લેશે,તેમાથી અંદાજિત 400 જેટલા બાળકો વિજેતા થશે,સાથે સાથે શિક્ષકો પણ શિક્ષકો પણ રમત-ગમત સ્પર્ધામાં ભાગ લેશે,આ રમતોત્સવમાં બાળકોને પ્રોત્સાહિત કરવા ઇફકો,ગુજકોમાસોલના ચેરમેન શ્રીદિલીપભાઇ સંઘાણી.શ્રી કૌશિકભાઈ વેકરીયા નાયબમુખ્ય દંડકશ્રી ગુજરાત વિધાનસભા,પૂર્વ મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા,તેમજ ભરતભાઇ સુતરીયા-પ્રમુખશ્રી, જિલ્લાપંચાયત -અમરેલી,શ્રી મહેશભાઇ કસવાળા-ધારાસભ્ય શ્રી સાવરકુંડલા,લીલીયા, શ્રી જનકભાઇ તળાવિયા-ધારાસભ્ય શ્રી બાબરા, લાઠી, દામનગર, શ્રી જે.વી.કાકડિયા-ધારાસભ્ય શ્રી-ધારી, બગસરા, ખાંભા, શ્રી રાજેશભાઈ કાબરીયા-જિલ્લા ભાજપ પ્રમુખ-અમરેલી, શ્રી અશ્વિનભાઈ સાવલીયા-ચેરમેનશ્રી અમર ડેરી,શ્રી મુકેશભાઇ સંઘાણી-વાઇસ ચેરમેન અમર ડેરી, શ્રી ભાવેશભાઈ સોઢા-પ્રમુખશ્રી અમરેલી શહેર ભાજપ,શ્રી બીપીનભાઈ લિંબાણી-પ્રમુખશ્રી નગરપાલિકા અમરેલી, શ્રી બિનાબેન કાલેણા- ઉપ પ્રમુખ શ્રી અમરેલી નગરપાલિકા, શ્રી મનીષભાઈ ધરજિયા, શ્રી એમ.બી ગોહિલ-જિલ્લા શિક્ષણા ધિકારી અમરેલી,શ્રી કે.વી.મિયાણી જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી અમરેલી ઉપસ્થિત રહેશે વિધાર્થીઓ માર્ચ પાસ્ટ કરશે. વિજેતા વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ દ્વારા ઇનામો, મેડલ,સર્ટિફિકેટ આપવામા ંઆવશે, આ કાર્યક્રમને સફળ બનાવવા ટિમ શિક્ષણ સમિતિ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ં ચેરમેન શ્રી તુષાર જોષીની યાદીમાં જણાવવામાં આવે છે.