બગસરા એસટી ડેપોમાં બગસરા સુરત રૂટની બસ બે કલાક મોડી ઉપડતા મુસાફરો રઝડયા

બગસરા,
બગસરા એસટી ડેપોમાં સવારે સાત કલાકે ઉપડતી એસટી બસ બગસરા સુરત શુક્રવારે સવારે 9:00 કલાકે બે કલાક મોડી ઉપડતા પેસેન્જર હેરાન પરેશાન થયા બગસરા ડેપોમાં બગસરા સુરત બસ ઓનલાઇન બુકિંગ થતી હોય જેથી તે બસ માં ઘણા પેસેન્જર સીટ બુક કરેલી હતી લોકો સરકારી બસ નો વિશ્વાસ કરી અને પોતાના કામ માટે 500 કિલોમીટરનું અંતર કાપવા આ જીએસઆરટીસી ઉપર વિશ્વાસ કરી અને અમો ટાઈમે પહોંચી જશો એવો ભરોસો પેસેન્જર અને હોય છે પરંતુ બગસરા એસટી ડેપોમાં કંઈક ઉલટું જ જોવા મળે છે અને જેમાં સુરત ટાઈમ એ પહોંચી જશું તેનો શેડ્યૂલ વિખાઈ જાય છે ત્યારે આવું તો બગસરા એસટી ડેપોમાં અનેક વાર બની રહ્યું છે અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ જોવા મળી