અમરેલી જીલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોએ કમોતના બનાવો

અમરેલી,
અમરેલી જીલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોએ ઝેરી દવા પી જવાથી ત્રણ કમોતના બનાવો પોલિસ મથકમાં નોંધાયા છે. જેમાં કુંડલીયાળામાં તેમજ રાંઢીયામાં યુવાનના ઝેરી દવા પી જતા તેમજ વાંડળીયામાં પ્રૌઢાનું ઝેરી દવા પી જતા મોત નિપજયું હતું. રાજુલા તાલુકાના કુંડલીયાળા ગામે મુળ ખાંભા તાલુકાના આંબલીયાળા ગામના રણજીતભાઈ ઉર્ફે , જીગ્નેશભાઈમકવાણા ઉ.વ. 20 તા. 29-1-24 ના કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ઘરે ઝેરી દવા પી જતા પ્રથમ રાજુલા ડો. વાઘમશીના દવાખાને બાદ ભાવનગર બજરંગ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી સર્ટી હોસ્પિટલ ભાવનગરમાં ચાલુ સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું હીરાબેન ગોદડભાી મકવાણાએ ડુંગર પોલિસ મથકમાં જાહેર કરેલ છે.જયારે બાબરા તાલુકાના વાંડળીયા ગામે શારદાબેન ધીરૂભાઈ શીયાળે ઉ.વ. 60 છેલ્લા પંદરેક વર્ષથી બીપીની બિમારી હોવાથી કંટાળી જઈ પોતે પોતાની મેળે તા. 7-2 ના સાંજના ઝેરી દવા પી જતા મૃત્યું નિપજયાનું પતિ ધીરૂભાઈ રવજીભાઈ શીયાણીએ બાબરા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.જયારે ત્રીજા બનાવમાં અમરેલી તાલુકાના રાંઢીયા ગામે મનસુખભાઈ કાનજીભાઈ માંડાણીની વાડીમાં મનિષભાઈ નાનબુભાઈ વાસ્કેલ ઉ.વ. 20 ના પત્નિએ આખો દિવસ ઘરે બેસેલ હોવાથી તેને કામે જવાનું કહેતા સારૂ નહી લાગતા પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા મૃત્યું નિપજયાનું માલુબેન મનિષભાઈ વાસ્કેેલાએ અમરેલી તાલુકા પોલિસ મથકમાં જાહેર કરેલ