રાજુલા જાફરાબાદ પંથકમા ઉધોગો બંધ થતાં સ્થિતિ કફોડી બની

રાજુલા,
રાજુલા જાફરાબાદ પંથક ભલે અનેક ઉધોગો ધમધમી રહ્યા છે પરંતું 2 મોટા ઉધોગના કારણે લોકો બેરોજગાર બન્યા છે રાજુલા તાલુકામાં સૌવથી મોટો ઉધોગ પીપાવાવ પીએસએલ પ્રથમ આવી આવી આ વિસ્તરણ લોકોને ખૂબ મોટી અપેક્ષા અને આશા રાખી લોકો નોકરીમાં લાગ્યા હતા 4 હજાર કરતા વધુ લોકો નોકરી કરતા હતા ત્યારબાદ આ કંપની રિલન્સ ડિફેન્સ પાસે ગઈ અને નામ બદલયા બાદ ખાનગી બેંકએ સંભાળી અનેક લોકો છુટા થયા નોકરી વિહોણા બન્યા ઉપરાંત પગારો બાકી કેટલાય કામ કરતા કોન્ટ્રાક્ટરોના કરોડો રૂપિયા બાકી છે બીજી તરફ થોડા મહિના પહેલા સ્વાન એનર્જીએ આ કંપની કરોડો રૂપિયાના ખર્ચએ ખરીદી કર્યાની જાહેરાત બાદ સ્થાનિકોમાં ખુશીની માહોલ છવાયો હતો જેમાં સ્થાનિક કોન્ટ્રાકરોના પેમેન્ટ કરી આપવાની શરતે ખરીદી કર્યા બાદ હવે સ્વાન એનર્જી દ્વારા કોઈ આગળની કામગીરી નહિ કરતા અને જે હાલની જમીન છે તે વેહચવા માટેની હિલચાલ કરતા વધુ આ વિસ્તારની મુશ્કેલી વધશે એક સમય અહીં રાજય અને દેશ ભરના પરપ્રાંતીઓ વસવાટ કરતા હતા જે હિજરત કરી ગયા બાદ આ વિસ્તારની માઠી દશા બેસી ગઈ છે અને ધંધારોજગાર વેપારીઓ ઉપર મોટી અસર થઈ છે ટ્રાન્સપોર્ટ ધંધા ઉપર મોટું સંકટ આવ્યું છે જેના કારણે અનેક ટ્રક ધારકોની હાલત પણ કફોડી બની છે બીજી તરફ જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક સ્વાન એનર્જી કંપની દ્વારા કરોડોના ખર્ચએ 5 વર્ષ કરતા વધુ સમયથી જેટી દરિયા કાંઠે બનાવવાની કવાયત હાથ ધરી મોટા પ્રમાણમાં પથરો નાખ્યા હજુ પણ કામ ચાલી રહ્યું છે બીજી તરફ અહી સ્વાન એનર્જીના પેટામાં કામ કરતી ધરતી કંપનીને કામ સોંપ્યું હતું આ ધરતી કંપની કામ કરી શકી નહીં અને સ્થાનિક કોન્ટ્રાક્ટરોના નાણા નાના મોટા વાહનોના ફસાય ગયા અને સ્વાન એનર્જી કંપનીના ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆતો કરી રૂબરૂ મુલાકાતો કર્યા બાદ સ્વાન કંપનીએ હાથ ઊંચા કર્યા બાદ લોકોની આ વિસ્તરમાં મુશ્કેલી વધુ વધતા હવે કોન્ટ્રાક્ટરો કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારીઓ કરી રહ્યા છેઉધોગમાં રાષ્ટ્રીય દિગજ્જ નેતાઓના આશીર્વાદના કારણે કોન્ટ્રાક્ટરોને કોઈ જવાબ મળતો નથીસ્વાન એનર્જી સહિત કંપનીઓમાં રાષ્ટ્રીય કક્ષાના મોટા દિગજ્જ નેતાઓના આશીર્વાદ હોવાને કારણે કોન્ટ્રાક્ટરોને કોઈ જવાબ નહિ મળવાનો ગણગણાટ ચાલી રહ્યો છે સરકારી અધિકારીઓ પણ કેટલીક વખત લાચાર બને છે અને પીપાવાવ રિલાન્સ ડિફેન્સ ઉધોગ તો રીતસર જર્જરિત બની રહ્યો છે હાલમાં રોજગારીનો સૌવથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે જે આવતા દિવસોમાં વધુ મુશ્કેલી આ વિસ્તારના લોકોને વેઠવવી પડશેરાજુલા જાફરાબાદ પંથકના મોટા ઉધોગપતિઓએ ધંધારોજગાર ટ્રાન્સફર કર્યારાજુલા જાફરાબાદ પંથકમાં આ બે ઉધોગના કારણે અનેક મોટા ઉધોગ કંપનીઓ બંધ પથારીમાં આર્થિક સંકડામણના કારણે અમદાવાદ જેવા મહાનગરો તરગ વળી અન્ય વિસ્તારમાં ધંધારોજગાર કરવા માટે જય રહ્યા છે તે હકીકત