ચાંચબંદર ગામનું ૠણ ધારાસભ્ય દ્વારા પૂર્ણ કરાયું

રાજુલા,
રાજુલા તાલુકા નું ચાંચબંદર એટલે કે ચાંચબંદર ખેરા પટવા સમઢીયાળા અને વિક્ટર સુધીનો કાંઠા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે આ દરિયાકાંઠાના વિસ્તારમાં સૌવથી કોળી સમાજની વસ્તી આવેલી છે રાજુલા મહુવા કે જાફરાબાદ મજૂરી અને ખરીદી કરવા જતા ચાંચબંદરના લોકોને બંદર જવું હોય તો ફરી ફરીને 25 કિલોમીટર જવું પડતું હતું પરંતુ ખાડી પરનો પુલ ન હતો ત્યારે વિધાનસભામાં હાલના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ચાંચબંદર પરના ખાડી પરનું પુલ કોઈ પણ સંજોગે બનાવી આપી અને આ વિસ્તારનું ણ અદા કરવા માટે વચન આપ્યું હતું આજે આ વચન પૂર્ણ થવા પામ્યું હતુ હાલમાં ગુજરાત સરકારના ચાલી રહેલા વિધાન સભામાં બજેટમાં રૂપિયા 71 કરોડના ખર્ચે ચાંચબંદર ખાડી ખાડી પરના પુલ માટે મંજૂરીની મહોર મારવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ ધારાસભ્યને જાણ કરતા ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.આ બાબતે રાજુલા જાફરાબાદ અને ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે ચાંચ બંદર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોનું ખૂબ મોટું મારી ઉપર ણ છે ત્યારે આ ણ અદા કરવા આ વિસ્તારના લોકોને મેં ચૂંટણી સમયે વચન આપ્યું હતું અને આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતની સંવેદનશીલ ભાજપ સરકાર દ્વારા રૂપિયા 71 કરોડના ખર્ચે આ ચાંચ પરના મંજૂરી આપવામાં આવતા મુખ્યમંત્રીનો હું આભાર માનું છું.આ ચાંચબંદરના ખાડી પરના પુલને મંજૂરી મળતા આ વિસ્તારના ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવાબ આવી છે રાત્રીના સમયે અહીં આજે ગામ લોકો ફટાકડા ફોડશે અને ગ્રામજનો દ્વારા પણ ધારાસભ્યનો આભાર માનવામાં આવ્યો છ. ગામના પૂર્વ સરપંચ કાનજીભાઈ ચૌહાણ,હરસુરભાઈ ગુજરીયા સહિત અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને વર્ષોથી રજૂઆતો કરતા હતા તે પુલની મંજૂરી મળતા આજે આભાર વ્યક્ત કરી કહ્યું હવે અમારા ગામડાઓનો વિકાસ થશે તેનો અમને આનંદ છે કાનજીભાઈ ચૌહાણએ તો કહ્યું અમે રાત્રીના સમયે આજે ફટાકડા ફોડીશું અમારો સૌવથી મોટો પ્રશ્નન હલ થયો છે.