ધારીમાં બંધ મકાનમાંથી બે લાખની મતા ચોરાઇ

અમરેલી,
ધારી આંબલી શેરીમાં રહેતા પ્રફુલ્લાબેન રતીલાલ શેઠ ઉ.વ.78 ના બંધ મકાનમાં તા.17-1- 24 થી તા.12-2-24 દરમિયાન કોઈ તસ્કરોએ પ્રવેશ કરી રૂમમાં રાખેલ તીજોરીમાંથી અલગ અલગ 4 પર્સમાંથી કુલ રૂ.19,000, એસબીઆઈ બેંક ધારીના જોઈન્ટ એકાઉન્ટના લોકરની ચાવી તથા સોનાની ઘસાઈગેલ જુની વિટી રૂ.9000, ઉપરના રૂમમાં રાખેલ તીજોરીમાંથી રોકડ રૂ.30,000 તથા બે ચાંદિના લોટા રૂ.15,000, ચાંદિના 6 ગ્લાસ રૂ.12,000, બે ચાંદિની થાળી, બે ચાંદિના વાટકા તથા એક ચાંદિનું શ્રીફળ મળી કુલ રૂ.30,000 તથા એક સોનાનો ચેઈન દોઢ તોલાનો રૂ.45,000, બે સોનાના કરડા રૂ.6000 તેમજ લાકડાના કબાટમાં રાખેલ બે પગમાં પહેરવાના ચાંદિના તોડા ગોળ આકારના રૂ.30,000 મળી કુલ રૂ.1,96,000 ની માલમત્તા ચોરાયાની ધારી પોલીસ મથકમાં ફરીયાદ