રાજુલા જાફરાબાદમાં 69 લાખની વિજચોરી ઝડપાઇ

અમરેલી,
અમરેલી પીજીવીસીએલ સર્કલની ચેકિંગ ટીમોએ રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ચેકિંગ કરી 69.23 લાખની વિજ ચોરી ઝડપી લીધી હતી. એસકેડી ડિવઝનના અમરેલી સર્કલમાં આવેલ જાફરાબાદ અને રાજુલામાં આજે પીજીવીસીએલની 35 ટીમોએ પોતાની સિકયોરીટી સાથે ત્રાટકી 285 જોડાણો ચેક કર્યા હતાં જેમાં ઘર વપરાશના 275 અને વાણિજયક 10 મળી કુલ 285 જોડાણોમાં રહેઠાંણના 75 અને વાણિજયકના 2 મળી કુલ 77 જોડાણોમાં રૂા.69.23 લાખની ગેરરિતી ઝડપી લીધી હતી. પોતાની સિકયોરીટી સાથે વિજ ચેકિંગ ટીમો ત્રાટકતા પાવર ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો