જાફરાબાદમાં બંદર વિસ્તારમાં સાવજો આવી ચડતા લોકોમાં ભયનો માહોલ

રાજુલા,
અવારનવાર સાવજો બંદર એરિયામાં આવી ચડતા હોય પરંતુ ફોરેસ્ટ વિભાગ ગંભીરતા લેતું નથી તા/13/03/2024 ના રોજ તલાવડી વિસ્તારમાં સિંહણ આવી તે સ્થાનિક લોકો દ્વારા પોતાના સીસીટીવી માં જોતા સિંહણ લોકો ના રહેણાંક વિસ્તારમાં હોય અને બાલકૃષ્ણ સોસાયટી તેમજ આજુબાજુના સોસાયટી માં સાવજો આવી ચડતા હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આજે તા/14/02/2024 ના રોજ દરિયાઇ જે.ટી. હનુમાનજી ના મંદિર તેમજ બોટ માલિકો ની કાઠી ઓ માં સાવજો જોવા મળ્યા હતા માનવ વસાહત માં અવારનવાર સાવજો આવી ચડતા હોય તો ફોરેસ્ટ વિભાગ શું કરી રહી છે અગાઉ સિંહણ દ્વારા બાબરકોટ માં વાડી વિસ્તારમાં લોકો ઉપર હુમલો કરી ગંભીર રીતે ઘવાઈ હતા તેવી ઘટના ફરી પછી બનશે તો જવાબદારી કોની તલાવડી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોના રહેણાંક મકાનો આવેલા હોય તેમજ રાત-દિવસ નાગરિકો ની અવરજવર રહેતી હોય અને સાવજો કોઈ નાગરિકો ઉપર હુમલો કર્યો તો જવાબદારી કોની લોકોના રહેણાંક વિસ્તારોમાં સાવજો આવી ચડતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું આ બાબતે શું ફોરેસ્ટ વિભાગ ગંભીરતા લેવામાં આવશે કે કોઈ નાગરિકો ઉપર હુમલો થાય અને કોઈ નાગરિકનું અનમોલ જીવ ગુમાવી બેઠે ત્યારે ગંભીર બનશે હાલતો લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.