અમરેલી ભાજપના પદાધિકારીઓ દિલ્હી જવા રવાના

અમરેલી,
ભાજપ દ્વારા યોજાઇ રહેલા બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં દેશભરમાંથી અપેક્ષીત પદાધિકારીઓનો દિલ્હી ભણી પ્રવાહ શરૂ થયો છે અને તેમા અમરેલી ભાજપના પદાધિકારીઓ દિલ્હી જવા રવાના થયા છે તા. 17 અને 18ના બે દિવસ સુધી યોજાઇ રહેલી આ બેઠકમાં અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ, નગરપાલિકાઓના પ્રમુખ ઉપપ્રમુખ તથા અપેક્ષીતો અને દિલ્હીથી શ્રી પરશોત્તમ રૂપાલા,સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, પ્રદેશમાંથી શ્રી હિરેન હિરપરાભાગ લેશે.સામાન્ય રીતે દર વર્ષે ભાજપની રાષ્ટ્રિય કાર્યકારી બેઠક યોજાય છે પણ આ વખતે લોકસભાની ચૂંટણીઓ સાવ નજીક આવી રહી હોય વધ્ાુ સંખ્યામાં ભાજપના દેશભરના છવાયેલા કાર્યકરો અને પદાધિકારીઓ દિલ્હીના ભારત મંડપમ ખાતે ઉમટી પડવાની ધારણા રખાઇ રહી છે.અમરેલીથી રવાના થયેલ જિલ્લાના કાર્યકરો શ્રી દિલીપ સંઘાણી, શ્રી પરશોતમ રૂપાલા અને શ્રી નારણભાઇ કાછડીયાને ત્યાં પહોંચી અને ત્યાંથી બેઠકમાં ભાગ લેવા જનાર હોવાનું જાણવા મળેલ