મહુવા – સુરત ટ્રેનને અંકલેશ્ર્વરમાં સ્ટોપ અપાશે

અમરેલી,
અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની રજૂઆતના ફળ સ્વરૂપે મહુવા – સુરત એક્સ્પ્રેસ ટ્રેનને અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ પ્રદાન થયેલ છે.આ તકે સાંસદશ્રી એ જણાવેલ છે કે, અંકલેશ્વર હાઉસિંગ એસોસિયેશન અને સૌરાષ્ટ્રના લોકો તરફથી મારી સમક્ષ આવેલ રજૂઆતોના અનુસંધાને મહુવા – સુરત ટ્રેનને અંકલેશ્વર ખાતે સ્ટોપેજ પ્રદાન કરવા રેલ મંત્રીશ્રીઓ અને રેલવે બર્ડને રજૂઆત કરવામાં આવી હતી. આપણી સૌની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈ રેલવે બોર્ડ તરફથી તા.16.02.2024 ના નોટીફીકેશન / પત્રથી મહુવા – સુરત ટ્રેન નં. 20955/56 ને અંકલેશ્વર ખાતે સ્ટોપ પ્રદાન કરવામાં આવેલ છે. જે બદલ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને કેન્દ્રીય કેબિનેટ રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી અને કેન્દ્રીય રાજ્ય રેલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજી નો સહદય આભાર વ્યક્ત કરું છું.અંકલેશ્વર ખાતે રહેતા તેમજ વ્યવસાય કરતા સૌરાષ્ટ્રના લોકોને આ સ્ટોપેજ થી ખૂબ જ લાભ મળશે