ચેક બાઉન્સ થવાનાં કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતી બાબરા કોર્ટ

બાબરા,
બાબરા સ્થીત આવેલ એસ.બી.આઈ.બેન્કના બ્રાન્ચ મેનેજર દ્વારા આરોપી નિશાબેન દિનેશભાઈ વ્યાસ રહે.દામનગર (ઢસા રોડ),તા.લાઠી,જી.અમરેલી સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 અન્વયે લોન પેટે લીધેલ 2કમ બાબતે ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ અન્વયે આરોપીના એડવોકેટ અતુલ જી.નિમાવત એ સુપ્રીમ કોર્ટ નાં ચેક બાઉન્સના કેસ સંબંધે આપેલ સીધ્ધાંતો ની વિગતવાર દલીલો રજુઆતથી ફરીયાદી આરોપી સામેનો નાણાકીય વ્યવહાર સાબીત નહી કરી શકતા નામદાર બાબરા કોર્ટના જયુ.મેજી.(ફ.ક.) જજ ે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ