અમરેલીમાં 10મીએ સારહિ તપોવન આશ્રમનું ઉદ્દઘાટન

અમરેલી,
અમરેલી સારહિ યુથ કલબ દ્વારા સારહિ તપોવન આશ્રમનું નિર્માણ થતાં આગામી 10મી માર્ચે તપોવન આશ્રમનો ઉદ્દઘાટન સમારોહ યોજાશે. આ સમારોહમાં પુજય મોરારીબાપુ, તથા પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા, શ્રી દિલીપભાઇ સંઘાણી અને જિલ્લાનાં તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પુ. મોરારિબાપુનાં હસ્તે ઉદ્દઘાટન કરાશે. આ તપોવન આશ્રમમાં 20ના સ્ટાફ ઉપરાંત 64 તપસ્વીઓ મળી કુલ 80ની સગવડા પ્રથમ ફેઝમાં કરેલ છે.જેમ જેમ જરૂરિયાત પડશે તેમ વિસ્તારાશે આ ઉદ્દઘાટન સમારોહ માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે.