ધારી પોલીસ દ્વારા નાકા પોઇન્ટ પર સઘન વાહન ચેકિંગ

ધારી,
ધારી પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ. શ્રી તથા પો.સબ.ઇન્સ શ્રી ની રાહબારી હેઠળ ધારી પો.સ્ટાફ દ્વારા ચોરીના બનાવો ને રોકવા સબબ સઘન નાઇટ પેટ્રોલીંગ કરવામા આવેલ તેમજ નાઇટ રાઉન્ડ દરમ્યાન નાકા પોઇન્ટ પર સઘન વાહન ચેકીંગ હાથ ધરવા મા આવેલ અને નાઇટ રાઉન્ડ મા પો.સ્ટે નો અડધો સ્ટાફ રોજ નાઇટમા પેટ્રોલીંગ કરે તેમજ વાહન ચેકીંગ કરે તેવુ આયોજન કરવામા આવેલ અને ચોરીના બનાવો રોકવા લોક જાગ્રુતી માટે સોશીયલ મીડીયા મારફતે સુચનો આપવામા આવેલ જેમા લાબા સમયગાળા માટે બહાર ગામ જવાનુ થાય તો કીમંતી ચીજવસ્તુ જેવી કે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ને શકય હોય ત્યા સુધી બેંક ના લોકરમા મુકવા તથા સોસાયટીઓ મા વોચમેન ની નીમણુક કરવી તથા સી.સી.ટી.વી કેમેરા ગોઠવવા તથા મોટર સાયકલ તથા અન્ય વાહનોમાં હેન્ડલ લોક કરી સુરક્ષિત જગ્યાએ પાર્ક કરવુ જેવા સુચનો જાગ્રુતી માટે દર્શાવેલ હતા અને ધારી પોલીસ સ્ટેશન દ્વારા સુચનોનુ પાલન કરવા અપીલ કરવામા આવેેલ