રાજુલા નજીક માંડણમાં જમીનનો દસ્તાવેજ નહી કરી આપીને પ્રૌઢને ધમકી આપી

અમરેલી,

રાજુલા તાલુકાના માંડણ ગામે દુલાભાઇ નનાભાઇ હડીયા ઉ.વ.53ની વાડીએ તા.13-2ના સુકલ કચરાભાઇ હડીયા પાસેથી પોણા બે વીઘા જમીન રૂા.9 લાખમાં વેંચાણથી રાખેલ હતી. જેના બેથી ત્રણ વર્ષ થવા છતાં વેચાણ દસ્તાવેજ બનાવી આપતા ન હોય જેથી અવાર નવાર દુલાભાઇના સગા સબંધીઓ દસ્તાવેજ બાબતે કહેલ હોય જેનું મનદુ:ખ રાખી મનુ સુકલભાઇ, સુકલ કચરાભાઇ , સમજુબેન સુકલભાઇ હડીયાએ વાડીએ જઇ ગાળો બોલી ટાંટીયા ભાંગી નાખવા ધમકી આપ્યાની ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ