ધારી ખોડીયાર ડેમના બે દરવાજા ખોલાયા : 42 ગામો એલર્ટ

અમરેલી,
ધારીના ખોડીયાર સિંચાઇ યોજનાના દરવાજા ખોલવાના હોવાથી શેત્રુંજી નદી પર આવેલ ખોડીયાર સિંચાઇ યોજનાના ડેમ સેફટી લગત રેડિયલ ગેટ બદલાવાની કામગીરી હોવાથી નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે પરિપત્ર તા.30-9-23ના બહાર પાડી યોજનાના દરવાજા ખોલવામાં આવનાર છે. તેમાંથી 65.12 એમસીએફટી પાણી નદીમાં છોડી ફ્રેષ્ટ લેવલ સુધી ઘટાડવાનું હોવાથી શેત્રુંજી નદીમાં છોડવા બે દરવાજા છ ઇંચ 18 કલાકે ખોલવામાં આવશે તેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ 350 કયુસેક છે. તો નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઇએ અવર જવર કરવી નહી પાણી છોડવામાં આવે ત્યારે નીચેના ગામો જેવા કે ધારીના આંબરડી ,ભરડ,પાદરગઢ, બગસરાના હાલરીયા, હુલરીયા, અમરેલીના સરંભડા, નાના માંડવડા, મેડી તરવડા, બાબાપુર, વાંકીયા, ગાવડકા, પીઠવાજાળ, વિઠલપુર, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લીલીયાના કણકોટ આંબા, ક્રાકચ, બવાડા, બવાડી, સાવરકુંડલાના ઇંગોરાળા, લોકા, લોકી, જુના સાવર, ખાલપર, આકોલડા, શેઢાવદર, મેકડા, ફિફાદ, ધોબા, પીપરડી, ગારિયાધારના ઠાંસા, જુના ગુજરડા, મનાજી, રાણીગામ, સાતપડા અને પાલિતાણાના ચોક, ડુંગરપુર, હાથસણી, ઝાલીલા, જીવાપર, રાણપરડા, રોહિસાળા સહિતના ગામોએ સાવચેત રહેવા અને નદી પટ પર અવર જવર નહીં કરવા ખોડીયાર ડેમ સાઇડ ધારીના સેકશન અધિકારીએ જણાવ્યું