કેન્દ્રની ભાજપ સરકાર સ્જીઁ મુદ્દે ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરે

અમરેલી,
ભારત દેશના ખેડૂતો સ્જીઁ ની માંગ સાથે છેલ્લા એક અઠવાડિયાથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે મોદી સરકાર તરફથી ખેડૂતોને માત્રને માત્ર ગુમરાહ કરવાનું કામ થઈ રહ્યું છે, ખરેખર તો નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતોને સ્જીઁ આપવાની દાનત નથી, જો કેન્દ્રની ભાજપ સરકારની ખેડૂતોને સ્જીઁ આપવાની દાનત હોય તો ખેડૂતોને દિલ્હી આવતા શા માટે રોકવામાં આવ્યા છે અને એક અઠવાડિયા જેવો સમય વીતી ગયો હોવા છતાં પણ નરેન્દ્ર મોદી સરકારે નિર્ણય કર્યો નથી, આ બાબત સાબિત કરે છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતોને સ્જીઁ આપવાની કોઈ જ ઈચ્છા નથી, માત્ર ને માત્ર લોકસભા ચૂંટણીની આચાર સંહિતા અમલમાં આવે ત્યાં સુધી સમય પસાર કરીને ભારત દેશના ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ નરેન્દ્ર મોદીની સરકાર કરી રહી છે, જો નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોની સ્જીઁ તથા અન્ય માંગો સમયસર સ્વીકારશે નહીં તો ભારત દેશના ખેડૂતો 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી દેશે તેમ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ જણાવ્યું