લીલીયાનાં બવાડીમાં ખાણ ખનીજ ખાતુ ત્રાટક્યું : રૂા.50 લાખનો મુદ્દામાલ કબ્જે

લીલીયા,
લીલીયાના બવાડી ગામે શેત્રુંજી નદીમાં ખાણખનીજ વિભાગ ખાબક્યું હતું અને આશરે 50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો જેસીબી,ટ્રેક્ટર ,લોડર , ડમ્પર સહિત અડધો ડઝન વાહન જપ્ત કરાયા છે. ગેરકાયદેસર શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતા ખાણખનીજ વિભાગ અમરેલી દ્વારા વાહનો સહિત આશરે 50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. અમરેલી શેત્રુંજી નદીમાંથી દરરોજ હજારો ટન રેતી ચોરી થઈ રહી છે
તંત્ર દ્વારા અનેક વખત રેડો કરી કાર્યવાહી પણ કરવામાં આવેછે પરંતુ રેત જાણે કાયદાનો કોઈ ડર ના હોય તેમ તેમના માણસો દ્વારા વોચ ગોઠવી રાત્રે અને દિવસે રેતીની ચોરીઓ કરે છે ત્યારે આજે ફરી એક વખત અમરેલી ખાણખનીજ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બવાડી ગામની શેત્રુંજી નદીમાં રેત માફીયાઓ દ્વારા રેતી ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન આજે અમરેલી ખાણખનીજ વિભાગે રેડ કરતા એક લોડર એક ડમ્પર અને ત્રણ ટ્રેક્ટર મળી કુલ 50 લાખ જેવો મુદ્દામાલ કબ્જે કરી કાયદાકીય કાર્યવાહી હાથધરી