શ્રી મોદી 26મીએ કુંડલા-રાજુલા સ્ટેશનનું ઓનલાઇન લોકાર્પણ કરશે

અમરેલી,
ભાવનગર રેલ્વે ડિવીઝન દ્વારા રજુ થયેલા વિવિધ પ્રોજેકટો તૈયાર થઇ જતાં રાજુલા, કુંડલા સહિત નવ સ્ટેશનોમાં ઓનલાઇન લોકાર્પણ અને શિલાન્યાસ સમારોહ તા.26 સવારે 10-45 કલાકે વિડીયો કોન્ફ્રન્સના માધ્યમથી યોજાશે જેમાં ભાવનગર રેલ્વે મંડલના નવ સ્ટેશનો પૈકી ચોરવાડ રોડ, ગોંડલ, જામજોધપુર, લીંબડી, મહુવા, પોરબંદર, રાજુલા જંકશન, વેરાવળ અને જુનાગઢમાં પુન: વિકાસનો શિલાન્યાસ અને 10 અંડરબ્રિજોનું લોકાર્પણ યોજાશે જેમાં માળીયા હાટીના, વડાળા, ગલોદર તથા સાવરકુંડલાના નાના ભમોદ્રા, અમૃતવેલ અને અમૃતવેલ કેરાલા રોડ પર અંડરબ્રિજ તથા જીરા અને સાવરકુંડલા બસ ડેપો નજીક અંડરબ્રિજ દોલતી અને મેરિયાણા વચ્ચે આવેલ દોલતિ રાજુલા રોડ નજીક અંડરબ્રિજ તથા વડલી નજીક અને ભમ્મર તથા ઘાંડલા વચ્ચે અને રાજુલા રોડ તથા વણોટ વચ્ચે તેમજ ઘાંડલા નજીકના ગોપીનાથજી ફાર્મ હાઉસ નજીક અંડરબ્રિજ તૈયાર થઇ જતાં ઓનલાઇન લોકાર્પણ કરાશે. જયારે રાજુલા જંકશનમાં શિલાન્યાસ પણ ઓનલાઇન કરાશે તેમ ભાવનગર રેલ્વે મંડલ દ્વારા જણાવાયું