પીપાવાવ પોર્ટની માલગાડીની ભાડાની રોજની આવક રૂા.અઢી કરોડની છે

અમરેલી,
ગાયકવાડ સરકારનું ફરજિયાત શિક્ષણ પામેલા અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ઔદ્યોગિક પ્રગતી જોવા મળી રહી છે. જે જમીન પાણીના ભાવે મળતી તે આજે ખુબજ કિંમતી બની રહી છે. તેના ભાવો આસમાનને આંબી રહ્યા છે. ત્યારે ઉદ્યોગોના કારણે ઉદ્યોગપતિઓને આર્થિક ફાયદો મળી રહ્યો છે તો લોકોને રોજી રોટી મળી રહી છે તો ભારત સરકારને પણ કરોડો રૂપિયાનો આર્થિક લાભ મળી રહ્યો છે. રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટથી રેલ્વેની ખાનગી લાઇનો દેશભરમાં માલ પહોંચાડે છે. તેની રોજની ભાડાની આવક રૂપિયા 2,45,00,000 કરોડની છે. કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગના આ રોજની આવક છે. ભારત સરકારના રેલ્વે વિભાગના રોજની અઢી કરોડ રૂપિયાની ચોખ્ખી આવક તો આ માત્ર એક માલગાડીની છે તો બીજી તરફ ભારત સરકારના કસ્ટમ વિભાગની રાજુલા પોર્ટની આવક વર્ષે અંદાજે રૂપિયા 1200 થી 1500 કરોડની હોવાનો અંદાજ છે. ખેતી પ્રધાન એવા અમરેલી જિલ્લામાં રાજુલા – જાફરાબાદને બાદ કરતો માત્ર ખેતી ઉપર નભતો અમરેલી જિલ્લો છે. જે કુદરતના ભરોશે ચાલે છે. જયારે રાજુલા – જાફરાબાદ તાલુકામાં જે જમીનો પાણીના ભાવે મળી હતી જેના ભાવો આજે આસમાને પહોંચ્યા છે. જે ઔદ્યોગિક પ્રગતિને આભારી છે. રાજુલા તાલુકામાં આવેલા પીપાવાવ પોર્ટ ઉપર વિદેશની સ્ટીમ્બરો આવતી હોય છે જેમાં વિદેશી નાગરિકો પણ હોય છે. જે ઘણીવખત રાજુલા શહેરમાં પણ ખરીદી કરતાં જોવા મળતા હોય છે. આમ અમરેલી જિલ્લાનું પીપાવાવ પોર્ટ આજે તેની ભૌગોલિક સ્થિતિના કારણે ભારતનું સર્વશ્રેષ્ઠ પોર્ટ ગણાય છે. જે અમરેલી જિલ્લા માટે પણ ગૌરવની વાત છે.