59 ગુનાનો ફરાર આરોપીને પકડતી અમરેલી એલસીબી

અમરેલી,
ગુજરાત રાજ્યનાં 11 જિલ્લાનાં 18 ગુનામાં વોન્ટેડ તેમજ 59 ગુનામાં સંડોવાયેલ લીસ્ટેડ પ્રોહી.બુટલેગરને મધ્યપ્રદેશનાં ઉજૈન નજીકથી અમરેલીની એલસીબીની ટીમે પકડી પાડેલ છે. પોલીસ મહાનિર્દેશક અને અમરેલીનાં એસપી સહિત આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઝળવાઇ રહે અને ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેના ભાગરૂપે અલગ અલગ જિલ્લાઓમાં ગુનાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન થયેલ જેમાં ભાવનગર રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમારે આ ડ્રાઇવ દરમિયાન ભાવનગર રેન્જનાં જિલ્લામાં ગુનાઓ કરતી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ. જેથી અમરેલી એસપીશ્રી હિમકરસિંહએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ, જેલમાંથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા અમરેલી પોલીસને માર્ગદર્શન આપેલ તે અંતર્ગત અમરેલી એલસીબી પીઆઇ એ.એમ.પટેલને મળેલ બાતમી અને ટેકનીકલ સોર્સ આધારે એલસીબી ટીમે રાજ્યનાં અલગ અલગ 11 જિલ્લાનાં 18 ગુનામાં વોન્ટેડ અને પ્રોહીબીશન સહિત કુલ 59 ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ધીરેન અમૃતલાલ કારીયા ઉ.વ.41 રે.જુનાગઢવાળા અને જુનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી જિલ્લાના ગુનાઓમાં વોન્ટેડ ઉદય નરોતમભાઇ દવે રહે. જુનાગઢ વાળાને મધ્યપ્રદેશનાં ઉજૈન શહેર નજીકથી પકડી પાડેલ છે. ઉદય નરોતમભાઇ સામે કુતીયાણા, વિરપુર, જુનાગઢ, મોરબી સહિતનાં પોલીસ મથકોમાં ગુના નોંધાયેલા છે. આમ અમરેલીની એલસીબી ટીમને સફળતા મળેલ