બાબરાના ચરખા અને સાવરકુંડલામાં ઝેરી દવા પી જતા બેના મોત નિપજયાં

અમરેલી,
અમરેલી જિલ્લામાં બાબરાના ચરખામાં પરિણીતાનું ઝેરી દવા પી જતા તેમજ સાવરકુંડલામાં પ્રૌઢનું ઝેરી દવા પી જતા બે કમોતના બનાવો નોંધાયા હતાં. બાબરા તાલુકાના ચરખા ગામે એમપીના શ્રમિક પરિવારની પરિણીતા રેલમબેન ઉર્ફે મેડીબેન રાજુભાઇ દુડવા ઉ.વ.26 તા. 14-2ના પોતાની ભાગ્યે રાખેલ વાડીએ જીરૂના વાવેતરમાં દવાનો છંટકાવ કરવા ગ્લાસમાં દવા કાઢી રાખેલ હોય જે જમ્યા પછી પાણીની તરસ લાગતા ઝેરી દવા વાળા ગ્લાસમાં ભુલથી એકાદ ધ્ાુટડો પી જતા સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજયાનું પતિ રાજુભાઇ ભલાભાઇ દુડવાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. જયારે બીજા બનાવમાં સાવરકુંડલા અમરેલી રોડ રાધિકા હોસ્ટેલની પાછળ સાવરકુંડલાના કિશોરભાઇ નનકુભાઇ ઉ.વ.43 રખડતુ ભટકતુ જીવન જીવતા હોય જે પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતાં દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજયાનું કરણભાઇ દિલુભાઇ વાળાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ