મોટા માચીયાળા નજીક ડામરની કોઠીમાં આગ ભભૂકી

અમરેલી,
તારીખ : 22/02/2024નાં સમય : 12:15 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લાના મોટા માચીયાળા ગામ નજીક આવેલ આવેલ “મધુરમ કન્સ્ટ્રક્શન” મા ડામર ની કોઠીમાં અચાનક આગ લાગવાની ઘટના બનેલી તેના અનુસંધાને ફાયર ઓફિસર એચ.સી.ગઢવી ની રાહબરી નીચે વાયરલેસ ઓફિસર હરેશભાઈ સરતેજા તથા અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી. પાણી તથા ફોર્મ નો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ.તથા આજુબાજુ ની અન્ય ભઠ્ઠીઓને પાટેશન કરીને સુરક્ષિત કરેલ.આ સંપૂર્ણ ઘટના મા કોઈ જાન હાની થયેલ નથી.તથા કામગીરીમાં ફાયર સ્ટાફ (1) પ્રવિણભાઇ ચૌહાણ (ર)સાગરભાઇ પુરોહિત (3)કૃષ્ણભાઇ ઓળકીયા (4) જયવંતસિંહ પઢીયાર (પ) ઈસોટિયા જયદીપભાઇ (6)પારસભાઈ પરમાર(7) ચાવડા ધવલભાઇ વગેરેઓએ મુખ્ય ભૂમિકા ભજવી