મોરંગી ખાતેથી ગુમ થયેલ વ્યકિતને શોધી આપી પરીવાર સાથે મિલન કરાવતી ભવનાથ પોલિસ

જુનાગઢ,
જુનાગઢ ભવનાથ પોલિસ સ્ટાફના પી.એસ.આઈ. બી.એમ. વાઘમશી. હે.કોન્સ. પી.બી.અખેડ , પો.કોન્સ. અશ્ર્વિનભાઈ તથા હાર્દિકભાઈએ પેટ્રોલીંગ દરમ્યાન ગીરનાર સીડી પાસે રોડ ઉપર એક વ્યકિત મળી આવેલ. જે એકલો જણાતા તેની આગવી ઢબે પુછપરછ કરતા મોરબી જીલ્લાના રણછોડનગર -2 નવલ્લખી રોડ ખાતેથી પોતાના ઘરેથી કોઈને કહયા વગર ત્રણ દિવસથી નીકળી ગયેલ. રાજ નરેન્દ્રભાઈ વરૂ જાતે કડિયા કુંભાર ઉ.વ. 23 મળી આવતા મોરબી પોલિસનો સંપર્ક કરી તેમના પરીવાર સાથે મિલાપ કરાવી આપેલ.