અમરેલી જિલ્લાકક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધા સમાપન કાર્યક્રમ યોજાશે

અમરેલી,
અમરેલી જિલ્લાકક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન કાર્યક્રમ અમરેલીમાં સોમવારે યોજાનાર છે. અમરેલી જિલ્લાનાં રમત વિરોમાં રહેલ સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના શુભ હેતુ અને રમત વિરોનાં સર્વાગી વિકાસના ઉદેશ સાથે યોજાયેલ સાંસદ ખેલ સ્પર્ધા અનુસંધાને અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતા થયેલ સ્પર્ધકો વચ્ચે યોજાયેલ જિલ્લાકક્ષાની સ્પર્ધાનાં સમાપન કાર્યક્રમ તા.26-2-24 સોમવારે બપોરે 3:00 કલાકે સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ચિતલ રોડ અમરેલી ખાતે યોજાશે. આ કાર્યક્રમના અધ્યક્ષપદે સાંસદશ્રી પરશોતમભાઇ રૂપાલા અને ઉદઘાટક પદે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, મુખ્ય મહેમાનપદે કૌશીકભાઇ વેકરીયા, ભરતભાઇ સુતરીયા, મહેશભાઇ કસવાલા, જનકભાઇ તળાવીયા, જે.વી. કાકડીયા, હીરાભાઇ સોલંકી, શ્રીમતી રમીલાબેન ધોરાજીયા અને અતિથી વિશેષપદે કલેકટરશ્રી અજય દહીયા, ડીડીઓ શ્રી પી.વી. પંડયા, એસપીશ્રી હિમકરસિંહ ઉપસ્થિત રહેશે. આ સમાપન કાર્યક્રમ માટે મદદ ટ્રસ્ટનાં શ્રી અશ્ર્વિન સાવલીયા, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી પુનમબેન કુમકીયા અને સાંસદ ખેલ સ્પર્ધાના પરામર્શક કાંતીભાઇ વામજા દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી