અમરેલી જિલ્લામાં બે કમોતના બનાવો

અમરેલી,
અમરેલી જિલ્લામાં જુદા જુદા બે કમોતના બનાવો નોંધાયા હતાં. જેમાં વિજપડીમાં યુવાનનું બીમારીથી અને અમરેલીમાં યુવાનનું ઝેરી દવા પીજતા મોત નિપજયા હતાં.સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે રહેતા યુવાન કિશનભાઇ કેશુભાઇ ચાવડા ઉ.વ.26ને તા.22-2ના ઉલ્ટી થતાં અને પેટમાં દુખાવો થવાથી પ્રથમ વિજપડી ખાનગી દવાખાને અને ત્યાંથી વધ્ાુ સારવાર માટે સાવરકુંડલા સિવીલ હોસ્પિટલમાં લાવતા ઉલ્ટી ઓ તથા પેટમાં દુખાવાની બિમારીને કારણે મૃત્યું નિપજયાનું પિતા કેશુભાઇ દેવજીભાઇ ચાવડાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ. જયારે બીજા બનાવમાં અમરેલી જેસીંગપરા શેરી નં.2માં રહેતા જયશેભાઇ મનસુખભાઇ ગોહિલ ઉ.વ.32ને છેલ્લા પંદર દિવસથી પેટમાં દુખાવો થતો હોય. દવાખાને તપાસ કરાવતા કિડની માં પથ્થરી તથા લીવર ઉપર સોજો હોય. જેની પીડા તેઓ સહન ન થતાં પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મૃત્યું નિપજયાનું વિસાલભાઇ મનસુખભાઇ ગોહિલે અમરેલી સિટી પોલીસ મથકમાં જાહેર કરેલ