અમરેલીમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી મળી

અમરેલી,
અમરેલીમાં જિલ્લા કોંગ્રેસની કારોબારીની બેઠક મળી હતી. આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજની કારોબારી મિટિંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય અને નેતા વિપક્ષ માનનીય શ્રી પરેશભાઈ ધાનાણી ,પૂર્વધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ,પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલિયા ,પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી તથા શંભુભાઈ દેસાઈ સહિત જિલ્લા ભરના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારી મિટિંગમાં અમરેલી જિલ્લાના તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લાના તમામ સેલ ફ્રંટલ અને મોરચાના પ્રમુખશ્રીઓ તથા બહોળી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ મિટિંગમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણી માટે ખૂબ જ ટૂંકો સમય રહ્યો હોય આક્રમકતાથી કામે લાગી જવા હાકલ કરવામાં આવેલ હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા તમામ વિધાનસભા વિસ્તારમાં ગામે ગામ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કોંગ્રેસના પાયાના કાર્યકરોને રૂબરૂ મળવા અને દરેક ઘરે રહેલા કોંગ્રેસ કાર્યકરો ને ઉત્સાહિત કરવા કાર્યક્રમ ઘડવા આહવાન કર્યું હતું.આ બેઠકમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે હું લોકસભાનો ઉમેદવાર નથી જયારે વિધાનસભાના પુર્વ વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું કે હું અણવર છું ઉમેદવાર કોઇ પણ આવે જયારે પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું કે હવે લોકસભામાં નારણભાઇ કાછડીયા પાછા આવવાના નથી સૌરાષ્ટ્રમાં એકમાત્ર પુનમબેન માડમ સિવાયના તમામ સાંસદો ટિકીટમાં કપાસે તેમ શ્રી ઠુંમરે જણાવ્યું હતું પૂર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મરે પોતાની આક્રમક શૈલીમાં ભાજપ સરકાર દ્વારા કમરતોડ મોંઘવારી અને લોકોને થઈ રહેલા અન્યાય બાબતે આક્રમકતાથી પોતાનું વક્તવ્ય આપી કાર્યકરો ને એકસંપ થઈ અમરેલી લોકસભા સીટ જીતવા આહવાન કર્યું હતું તેમ જણાવ્યું હતું અને ભાજપ સરકારનું ડ્રગ કૌભાંડ સહિતના કૌભાંડોમાં ભાજપ સામે આક્રરા પ્રહારો કર્યા હતાં જયારે ભાવનગરથી આવેલો કોંગ્રેસના પ્રભારીએ જણાવ્યું કે લોકસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસનું સંગઠન મજબુત બનાવવા અને દરેક તાલુકા પ્રમુખ મંત્રીઓએ ગામડામાં લોકસંપર્ક રાખવા અને દરેક તાલુકા પ્રમુખ મંત્રીઓએ કામગીરી ઉપાડી લેવા હાંકલ કરી હતી. અને સંગઠન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી દિવસોમાં વાતાવરણ બદલાઇ રહ્યું છે તેથી કોંગ્રેસની સરકાર આવવાની છે. તેથી સૌએ કામે લાગી જવા જણાવ્યું હતું. કોંગ્રેસનાં પ્રભારી ચંદ્રિકા બેન ચુડાસમા દ્વારા જણાવવા માં આવ્યું હતું કેઅમરેલી જિલ્લા પર સમગ્ર ગુજરાત ની મીટ હોય ,જિલ્લા માં હજુ પણ કોંગ્રેસ કાર્યકરો માં જોમ અને જુસ્સો અડીખમ હોય જિલ્લા નાં કોંગ્રેસ અગ્રણીઓ દરેક કોંગ્રેસ વિચારધારા ને માનનારા કાર્યકરો અને આગેવાનોને સંપર્ક કરે અને સંગઠનાત્મક કાર્ય કરી અમરેલી લોકસભા સીટ જીતવા કોંગ્રેસ પૂરેપૂરી સક્ષમ છેપૂર્વ ધારાસભ્ય અને નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણીએ સૌ સંગઠિત થઈ કામ કરીશું તો અમરેલી લોકસભા ચોક્કસ કોંગ્રેસ જીતશે એવી આશા વ્યક્ત કરી હતી.આ કારોબારી બેઠકમાં પ્રભારી શ્રી ચંદ્રીકાબેન ચુડાસમા, શ્રી ઠાકરશીભાઇ મેતલીયા, શ્રી વિરજીભાઇ ઠુંમર, શ્રી પરેશભાઇ ધાનાણી, સુરેશભાઇ કોટડીયા, ડી.કે. રૈયાણી, અરવિંદભાઇ સીતાપરા, મુઝફરહુસેન સૈયદ, નરેશભાઇ અધ્યારૂ, જીતુભાઇ વાળા, રવજીભાઇ પાનસુરીયા, આંબાભાઇ કાકડીયા, ટીકુભાઇ વરૂ, ભરતભાઇ હપાણી, રફીકભાઇ મોગલ, શંભુભાઇ દેસાઇ, સંદીપભાઇ પંડયા, મનિષભાઇ ભંડેરી, જનકભાઇ પંડયા, જગદીશભાઇ તળાવીયા, સંદીપ ધાનાણી, એનએસયુઆઇના શ્રી કેતન ખુમાણ, સેવાદળ પ્રમુખ તેમજ જમાલભાઇ સરવૈયા, મુસાભાઇ પરમાર, બાબુભાઇ હીરપરા, ભરતભાઇ લાડોલા અને જિલ્લાના તમામ તાલુકાનાં પ્રમુખો સહિત કારોબારી સદસ્યો ઉપસ્થિત રહયા