બીનખેતી ન થતા અમરેલીના હજારો મિલ્કતધારકો મુશ્કેલીમાં

અમરેલી,
અમરેલીના માણેકપરા વિસ્તારમાં હજારો મિલ્કતધારકોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે તેનું કોઇ કહી શકતુ નથી છતી મિલ્કતે તેમની મિલ્કત કોડીના દામની થઇ અને પડી છે અને તેની ઉપર રાષ્ટ્રીયકૃત બેંકમાંથી લોન લેવી હોય તો મિલ્કતધારકો લોન લઇ શકતા નથી.અમરેલીના માણેકપરા વિસ્તારમાં જ્યારે શહેર વધતુ હતુ તે સમયે પોતાની જમીનમાં રજાચિઠી વગર મિલ્કતોનું લોકોએ બાંધકામ કરી નાખ્યુ હતુ અને જમીનો એનએ પણ થઇ ન હતી.આવી રીતે મોટાભાગનાં આ વિસ્તારમાં બિનખેતી થયા વગર બાંધકામો થઇ ગયા છે અને હવે તે જમીન ટાઇટલ કલીયર ગણાતી નથી તેનું પીઆર કાર્ડ નીકળતુ નથી બિનખેતી કરવા માટે જે તે વખતે સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવાનું મિલ્કતધારકોને જણાવાયુ હતુ જેને કારણે મિલ્કતધારકોએ ઇમ્પેક્ટ ફી પણ ભરી હતી.પણ હવે પ્રશ્ર્ન એવો આવે છે કે આ મુદો એકલા અમરેલી શહેરનો નથી રાજ્યની દરેક નગરપાલિકાઓમાં આવી પરિસ્થિતી છે.કોર્પોરેશન અને ગ્રામ પંચાયતોને તેની અંડરમાં આવતી મિલ્કતોને એનએ કરવાની સતાઓ છે પણ નગરપાલિકાને આ સતા આપવામાં આવી નથી જે તે વખતે સરકારમાં થયેલી રજુઆતો વખતે મૌખીક રીતે એવુ કહેવામાં આવ્યુ હતુ કે સરકાર નગરપાલિકાને આ બાંધકામો રેગ્યુલર કરવા માટે મંજુરી આપતુ જીઆર બહાર પાડશે પણ આજ સુધી આ જીઆર બહાર પડયો નથી.એકલા અમરેલી શહેરમાં જ આવી હજારો મિલ્કતો રેગ્યુલરાઇઝ માટે રાહ જોઇ રહી છે અને તેને કારણે મિલ્કતધારકો મુશ્કેલીમાં પણ એવા છે કે તેમની પોતાની મિલ્કત ઉપર તેમને લોન લેવી હોય તો રાષ્ટ્રીયકૃત બેંકો મિલ્કત બિનખેતી થયેલ ન હોય ટાઇટલ કલીયર ન હોય અને પીઆર કાર્ડ ન હોવાથી લોન આપતી નથી. જેના કારણે મિલ્કતધારકોએ ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી મોંઘા ભાવની લોન લેવી પડે છે.સરકાર માત્ર એક પરિપત્રનાં સાવ નાના એવા આ કાર્ય શા માટે નથી કરતી ? તેવો સવાલ લોકો કરી રહયા છે.