અમરેલી જિલ્લો હચમચાવતા વંધ્યત્વ અને કેન્સરના રોગ

અમરેલી,
દર વર્ષે જેમ સમયાંતરે શાકભાજીના ભાવોમાં ઉછાળો આવે છે તેમ અમરેલી પંથકમાં સમયાંતરે વિવિધ રોગમાં ઉછાળો આવે છે તેમાય હાલમાં કેન્સર અને વંધ્યત્વના રોગ અને છેલ્લે હમણા હદયરોગ અમરેલી જિલ્લાને હચમચાવી રહયા છે. એક સમયે 1980થી ટીબી અને 1990 પછીે એચઆઇવી એઇડસએે જિલ્લામાં હાહાકાર મચાવેલ 1990ના દશકામાં હદયરોગ એઇડસ ના રોગ મોટા પ્રમાણમાં દેખાયા હતા અને હવે 10 વર્ષથી કેન્સર કેસો વધ્યા હતા.કેન્સરના રોગ એટલા વધ્યા હતા કે કે પહેલા લોકોને કેન્સર થાય એટલે અમદાવાદ કે રાજકોટ જવુ પડતું હતુ પણ બે ચાર વર્ષ પહેલા જ કેન્સર માટે અમરેલીમાં એક હોસ્પિટલમાં આખો એક માળ શરૂ કરાયો છે.આવી જ રીતે છેલ્લા પાંચેક વર્ષથી ઇનફર્ટીલીટી એટલે કે વંધયત્વના કેસોનો એટલી ભયંકર હદે વધારો થયો છે કે તેના માટે સ્પેશ્યલ હોસ્પિટલો શરૂ થઇ ચુકી છે મોબાઇલનો અનિયંત્રીત વપરાશ,આહાર અને બદલાતી જીવનશૈલી કારણભુત બની છે હાલના સમયમાં અનીયમીત જીવન અને મોડા લગ્નને કારણે મોટા ભાગના દંપતિઓને સંતાન ન થવાની ફરિયાદો વધી છે અને સંતાન ન થવાને કારણે સારવાર લેવા જવામાં પણ સંકોચ થતો હોવાથી અમરેલીની એક હોસ્પિટલે તો સાઇડમાં અલગથી ઇનફર્ટીલીટી સારવારનું યુનિટ બનાવ્યું છે. તો છેલ્લા બેચાર મહીનાથી હાર્ટ એટેકના બનાવો પણ થોડા વધુ પ્રમાણમાં સામે આવી રહયા છે.કોરોના વખતે બચવા માટે સરકારે વેકસીન બનાવી હતી પણ આ સમસ્યામાં સમાજ માટે સરકાર કોઇ નિયમો બનાવવાની નથી પણ સમાજે અને લોકોએ સ્વયંભુ જ જાગૃત બની આ રોગના ફેલાવાને વધતો અટકાવવો રહયો.