જાફરાબાદ ખારવાવાડમાં ખુલ્લા વીજપોલથી અકસ્માતનો ભય

રાજુલા,
ખારવા સમાજ દ્વારા રજૂઆત થતા પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક આ ઈલેક્ટ્રીક વિજપોળને જાળી થી બંધ કરવામાં આવ્યા જાફરાબાદ શહેરમાં આવેલા સામા કાંઠા વિસ્તારમાં ખારવા સમાજની વસ્તી છે અહીં ખારવા સમાજ વસવાટ કરે છે અહીંના ખારવા સમાજના ભાઈઓ માછીમારી માટે દરિયામાં ચાલ્યા જતા હોય છે અને આઠ મહિના સુધી ઘરે હોતા નથી ત્યારે ઘરે માત્ર નાના નાના બાળકો અને મહિલાઓ હોય છે આ વિસ્તારમાં આવેલા વીજ પોલ છેલ્લા ઘણા સમયથી ખુલ્લા હતા. પરિણામે નાના નાના બાળકો અહીં રમતા હોય અને અકસ્માત નો મોટો ભય હતોઆ બાબતે ખારવા સમાજના આગેવાનો ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઇ શિયાળ દ્વારા આજરોજ ફરિયાદ સંચાલનમાં આ પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો અને વહેલી તકે વીજપોલ ની ફરતે જાળીઓ મુકવા માટે રજૂઆત કરવામાં આવી જાફરાબાદ યપબન દ્વારા આ વિસ્તારમાં આવેલા વિવિધ પોલ ની ફરતે જાળીઓ ગોઠવી અને બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી અને રાહતની લાગણી પ્રસરી જવા પામી