રાજુલા પંથકના મહત્વના ત્રણ માર્ગો પાંચ કરોડના ખર્ચે બનાવવા ખાતમુર્હુત કરાયું

રાજુલા,
રાજુલા તાલુકાના ત્રણ મહત્વના રસ્તાઓ પાંચ કરોડના ખર્ચે મંજૂર તથા તેનું કરવામાં આવ્યું ખાતમુરત ભચાદર સહિતના ગ્રામજનોની વર્ષો જૂની માંગણી બાદ રસ્તો મંજૂર થતા ગ્રામજનોમાં આનંદની લાગણીરાજુલામાં આજરોજ પાંચ કરોડ ના નવા રસ્તાઓનું ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખાતમુરત કરવામાં આવ્યું રાજુલા તાલુકામાં રૂ.5 કરોડના ત્રણ અલગ અલગ રસ્તાઓનાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં બે રસ્તાઓનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.જેમાં…1.કડીયાળી-ભચાદર માર્ગ 2.સાજણાવાવ-દાતરડી માર્ગ 3.ધારેશ્વર એપ્રોચ રોડ રૂપિયા પાંચ કરોડના ખર્ચે મંજૂર થવા પામ્યા હતાઆ ગ્રામજનોની રજુઆત બાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેના પરિણામે આ માર્ગો મંજુર થઈ આવતા તેનું ખાતમુહૂર્ત સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓને સાથે રાખી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કર્યું હતું આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે આગામી સમયમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બનાવવા માટે ગુજરાત સરકાર તત્પર છે.આ ભાજપ અગ્રણી રવિભાઈ ખુમાણ જિલ્લા પંચાયત સદસ્ય વિક્રમભાઈ શિયાળ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ધીરજલાલ પુરોહિત અરજણભાઇ વાઘ તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા મુકેશભાઈ ગુજરીયા યુવા રાકેશભાઈ શિયાળ ભચાદર સરપંચ તખુભાઈ ધાખડા કડીયાળી સરપંચ ગંભીરભાઈ બારૈયા ધારનોનેશ મહેશભાઈ ધાખડા વડ સરપંચ જેઠુરભાઈ ધાખડા જીલુભાઈ બારૈયા પ્રતાપભાઈ બેપારિયા તાલુકા પંચાયત સદસ્ય લાલભાઈ રામ કનુભાઈ ધાખડા સમઢીયાળા સરપંચ રવજીભાઈ ચૌહાણ પટવા સરપંચ નિલેશભાઈ ગુજરીયા સાસ બંદર ભાજપ ગ્રામ્ય મદદ કાર્યાલયના પ્રમુખ કાનજીભાઈ ચૌહાણ દયાળભાઈ ગેલાણી કાંતિભાઈ ગેલાણી લાલજીભાઈ સાવલીયા મગનભા નિલેશભાઈ ઓઝા જયંતીભાઈ ઓઝા સહિતના ગ્રામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ ગામના રસ્તા બનતા હવે એસટી સેવાઓ પરમ પ્રાપ્ત થશે અને વિદ્યાર્થીઓને કે ગ્રામ્ય જનોને આ મુશ્કેલી દૂર થશે જેથી ગ્રામોએ હીરાભાઈ સોલંકી નો આભાર વ્યક્ત કરી બહુમાન કર્યું હતું