લાઠી નજીક હરસુરપૂર દેવળીયા ગામેથી બોગસ ડોક્ટરને પકડી પાડતી અમરેલી એસઓજીની ટીમ

અમરેલી,
અમરેલી એસોજી ની ટીમ આજે બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતી તે દરમિયાન બાતમીના આધારે હરસુરપુર દેવળીયા ગામ ખાતે ભીમાણી પરિવારના કુળદેવી માતાજીના મંદિરની પાછળના ભાગે શેરીમાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર નામ વગરનું દવાખાનું ચાલતું હોય છે જેથી તે જગ્યા પર મેડિકલ ઓફિસર તથા ફાર્માસિસ્ટ સાથે રેડ કરતા રમેશચંદ્ર જીવરામભાઇ ત્રિવેદીને એલોપેથિક દવાઓ તથા દવાઓની બોટલ ઇન્જેક્શન સહિત મેડિકલ ને લાગતા સાધન સામગ્રી ના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો