પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ આજે રાજુલામાં

અમરેલી,
આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજુલાના પૂર્વ ધારાસભ્યશ્રી અંબરીષ ડેર અને કોંગ્રેસના શ્રી અર્જુન મોઢવાડીયાએ ગાંધીનગર કમલમ ખાતે કેસરિયા કર્યા બાદ શ્રી અંબરીષ ડેરના બે હજાર જેટલા સમર્થકો આજે ભાજપમાં જોડાવવાના હોવાથી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ રાજુલા આવી રહ્યા છે. 2024માં લોકસભા ચૂંટણીને લઇ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. રાજુલા જાફરાબાદ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીષ ડેરે કેસરિયા કર્યા બાદ ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હિરાભાઇ સોલંકીને ભાવનગર લોકસભા લડાવવાની વાતોએ પણ જોર પકડયું છે. જેને કારણે ચર્ચાઓ વ્યાપક બની હતી. આ અંગે ધારાસભ્યશ્રી હિરાભાઇ સોલંકીએ અવધ ટાઇમ્સ સાથે વાતચીત કરતા જણાવ્યું કે હું ભાજપમાં બધાને આવકારૂ છું પાર્ટીએ જે નિર્ણય કર્યો તે સ્વીકારવાનું હોય જ છે બીજી બધી વાતો ખોટી છે તેમ હિરાભાઇ સોલંકીએ જણાવ્યું હતું. અનેક ચર્ચાઓ વચ્ચે આજે શ્રી અંબરીષ ડેરના સમર્થકોને રાજુલા ખાતે પ્રદેશ પ્રમુખશ્રી પાટીલ આવકારશે. ભાજપ પ્રવેશ અંગે ભારે ઉત્સાહ સાંપળી રહ્યો