શ્રી રૂપાલાની અભુતપુર્વ લોક ચાહના અમરેલીથી કાર્યકરો રાજકોટ પહોંચ્યા

અમરેલી,
શ્રી પરશોત્તમ રૂપાલાની અભુતપુર્વ ચાહના દેખાઇ હતી તે ઉમેદવાર જાહેર થયા પછી પહેલી વખત રાજકોટ આવતા અમરેલીથી કાર્યકરો રાજકોટ પહોંચ્યા હતા અને ત્યા પણ લોકોમાંથી શ્રી રૂપાલાને મળેલ સ્વયંભુ આવકાર પછી એવો મત વ્યકત કરાયો છે કે, જ્યાથી શ્રી મોદી લડયા હતા તે રાજકોટની બેઠકમાં શ્રી રૂપાલા રેકર્ડબ્રેક મતે જીતશે શ્રી રૂપાલાના સ્વાગતમાં રાજકોટથી શ્રી મોહનભાઇ કુંડારીયા,ધારાસભ્ય શ્રી દર્ર્શીતાબેન શાહ, શ્રી મુકેશભાઇ દોશી, શ્રી અજીત ભીમજીયાણી શ્રી કાંતિભાઇ અમૃતીયા અમરેલીથી શ્રી અશ્ર્વીન સાવલીયા, શ્રી અપર્ણ જાની, શ્રી મનીષભાઇ ગોલ ડાયરેક્ટર ગોંડલ એપીએમસી, શ્રી અશોકભાઇ ગીડા, શ્રી કમલેશ કોરાટ, શ્રી ઘનશ્યામ ત્રાપસીયા,શ્રી ભુપેન્દ્રભાઇ બસિયા,શ્રી પ્રવિણભાઇ માંગરોળીયા, શ્રી વિજયભાઇ કોઠીવાળ, શ્રી સંજય ગઢવી, અમરેલીથી સંખ્યાબંધ લોકો કાર્યકરો ગયા. અમરેલીથી અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયાએ શ્રી પરશોત્તમ રૂપાલા અને શ્રીમતી સવિતાબેન રૂપાલાનું કામળી અને ફુલહારથી રાજકોટમાં સ્વાગત કરી મો મીઠુ કરાવ્યું