શ્રી રૂપાલા ઇશ્ર્વરીયામાં મહાશિવરાત્રી પર્વ ઉજવશે

અમરેલી,
7મીએ દિલ્હીથી અમદાવાદ, ગાંધીનગર અને તા.8-3-24ને શુક્રવારે સવારે ગાંધીનગર નિવાસ સ્થાન બાદ બપોરે 1:15 કલાકે અમદાવાદ,1:45 કલાકે કાલુપુર રેલ્વે સ્ટેશને થઇને રાજુલા આવશે, 7:05 મિનીટે લીલીયા રેલ્વે સ્ટેશન આવીને સીધા ઇશ્ર્વરીયા જશે અને શ્રી પ્રતાપરાય પંડયા ભવનનું ઉદ્ઘાટન કરાશે. રાત્રે મહાશિવરાત્રીમાં હાજરી બાદ તા.9-3-24ને શનિવારે સવારે 9:15 કલાકે રાજકોટ થી મેગા એકજીબીસનમાં હજારી આપી જામનગરના મિયાત્રા ગામે વિજરખી ડેમનો કાર્યક્રમમાં અને ત્યાંથી રાજકોટ તા. 10-3-24ને રવિવારે 9:30 કલાકે રાજકોટ ભાવનગર હાઇવેમાં ત્રંબા ખાતે બીજી ગેરીયા હોમ્યોપેથિક મેડિકલ કોલેજના ઉદ્દઘાટન બાદ 15:45 કલાકે સારહિ તપોવન આશ્રમના મોરારી બાપુની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન બાદ રાત્રી રોકાણ ઇશ્ર્વરીયા કરશે અને તા.11ને સોમવારે સ્વામિનારાયણ મંદિર ઇશ્ર્વરીયા અને 18 કલાકે ખોખડદડ મેલડી માતાજીના મંદિરે ડાયરામાં અને 21:30 કલાકે રાજકોટ જવા રવાના થશે તેમ જણાવ્યું