કુંકાવાવના 20 ગામોમાં રૂપિયા 12.05 કરોડના ખર્ચે કોઝવે રસ્તા પુલ બનાવાશે

અમરેલી,
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના જાગૃત ધારાસભ્ય કૌશિક વેકરિયા રાજ્ય સરકારને જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટેની રજૂઆતો સતત કરતા આવ્યા છે. જિલ્લાના પંચાયત હસ્તકના અનેક રસ્તાઓના હયાત નાળા અને કોઝવે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધાં જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રિપેર કરવાની જરૂરિયાત ઊભી થયેલ. જે બાબતને ગંભીરતાથી હાથ પર લઈને ધારાસભ્ય કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરેલ. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વાતની ગંભીરતા સમજીને તાત્કાલિક આવા કામો મંજૂર કરતા કુંકાવાવ તાલુકાના કુલ 20 ગામોના કામને જોબ નંબર ફાળવી કુલ રૂપિયા 12.05 કરોડના કામોને મંજૂરી આપી દીધેલ છે. આ કામોમાં કુંકાવાવ તાલુકાના વાઢિયા ઢુંઢિયા પીપળિયા રોડ પરના માઇનર બ્રિજ, પ્રોટેક્શન વોલ – 50 મીટરનું કામ રૂપિયા 60 લાખના ખર્ચે બનશે. રામપુર સરધારપુર રોડ પરના માઇનર બ્રિજ, પ્રોટેકશન વોલ – 100 મીટરનું કામ રૂપિયા 110 લાખના ખર્ચે, ખાનખીજડિયા ડુંઢિયા પીપળિયા રોડ પરના માઇનર બ્રિજનું કામ રૂપિયા 150 લાખના ખર્ચ, ઉજળા તાલાળી સનાળી રોડ પરના માઇનર બ્રિજ, પ્રોટેક્શન વોલ – 100 મીટરનું કામ રૂપિયા 85 લાખના ખર્ચે, લુણીધાર જીથુડી રોડ પરના માઇનર બ્રિજનું કામ રૂપિયા 85 લાખના ખર્ચે, લાખાપાદર બાંભણિયા રોડ પરના માઇનર બ્રીજનું કામ રૂપિયા 25 લાખના ખર્ચે, વાવડી તાલાળી રોડ પરના માઇનર બ્રિજનું કામ રૂપિયા 55 લાખના ખર્ચે, મોરવાડા ખડખડ રોડ પરના એચ.પી.ડ્રેઇન ટૂ બ્રિજનું કામ રૂપિયા 30 લાખના ખર્ચે, તોરીચુડા રોડ પરના માઇનર બ્રિજ, પ્રોટેકશન વોલ – 150 મીટરનું કામ રૂપિયા 65 લાખના ખર્ચે, લુણીધાર ગામે મારૂતિનગર જવાના રસ્તે પુલ પરના સ્લેબ ડ્રેઇનનું કામ રૂપિયા 70 લાખના ખર્ચે, કુંકાવાવ નાજાપુર રોડ પર પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા 190 લાખના ખર્ચે, ખાન ખીજડિયા મોરવાડા રોડ પર કોઝવે ટૂ બ્રિજનું કામ રૂપિયા 140 લાખના ખર્ચે, ખાખરિયા ભુખલીસાથળી રોડ પર પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા 30 લાખના ખર્ચે, બાટવદેવળી બરવાળા બાવળ પર પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા 8 લાખના ખર્ચે, હનુમાન ખીજડિયા ગામે પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા 25 લાખના ખર્ચે, નાજાપુર એપ્રોચ રોડ પર પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા 10 લાખના ખર્ચે, ચૌકીથી ઉજળા પર પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા 14 લાખના ખર્ચે, હનુમાન ખીજડિયા ચારણસમઢિયાળા રોડ પર પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા 20 લાખના ખર્ચે, વડિયા ઢોળવા રોડ પર પ્રોટેકશન દિવાલનું કામ રૂપિયા 8 લાખના ખર્ચે, નાજાપુર ગામથી પીઠડિયા રોડ પર બેઠો પુલના કોઝવે ટૂ બ્રિજનું કામ રૂપિયા 25 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે.આમ ઉપર મુજબના કુલ 20 કરતા વધું ગામોને સ્પર્શતા રસ્તાને લગતા કામો રૂપિયા 12.05 કરોડને ખર્ચે મંજૂર થવાથી આગામી દિવસોમાં નવા પુલ તથા નવા સી. ડી. વર્કસના કામો હાથ ધરી પૂર્ણ કરવામાં આવશે.