ધારીના પાદરગઢની સીમમાં રમતા રમતા બાળાનું કુવામાં પડી જતાં મોત

અમરેલી,
ધારી તાલુકાના પાદરગઢ ગામે કાળુભાઇ હનુભાઇ ધાધલની વાડીમાં કામ કરતાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના તેજાભાઇ માલાભાઇ પારગીની દિકરી દોઢ વર્ષની પિનલ વાડીમાં રમતા રમતા અકસ્માતે કુવામાં પડી જતાં પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ