સાવરકુંડલાના ગીરધરવાવ ખાતે 7 એકરમાં 5 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન

સાવરકુંડલા,
રાજકારણમાં હંમેશા ખોટું બોલવું, મોટેથી બરાડા પાડીને બોલવું ને મતદાતાઓને ભ્રમિત કરવાના દીવા સ્વપ્નો બતાવીને મતોનું રાજકારણ કરવા કરતાં વિનમ્રતા અને પરિપકવતા ના ઉદ્દેશ લઈને મહાભારતના અભિમન્યુ ની જેમ રાજકારણના અભિમન્યુ સાબિત થયેલા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના કાર્યદક્ષ ધારાસભ્ય એટલે મહેશ કસવાળા, ચૂંટણી સમયે આપેલા વચનો સાર્થક સાબિત કરવામાં ગાંધીનગર સચિવાલયમાં સતત એક્ટિવ રહીને 7 એકરમાં 5 કરોડના ખર્ચે ભારત દેશનું ભવિષ્ય અને બાળકો પ્રત્યેની કૃતજ્ઞા પૂર્વકની ભાવનાઓ સાકાર કરવાના ધ્યેય સાથે સાવરકુંડલા શહેરમાં સ્પોર્ટ્સ સંકુલના ભૂમિ પૂજન ધારાસભ્ય મહેશ કસવાળાએ આગામી 2036 માં ભારતના ગુજરાતમાં ઓલમ્પિક રમાઈ તેવું દૂરંદેશી લક્ષ સાથે ઇન્ડોર મલ્ટી પર્પજ હોલ સહિતનું આધુનિક સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન સાંસદ નારણ કાછડીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ કર્યું હતું અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા લીલિયા વિધાનસભા ક્ષેત્રના ભારતના ભવિષ્ય સમાનના બાળકોના ઉજ્જવળ ભવિષ્યને આકાશની ઉડાન ભરવાના સ્વપ્નને હકીકતમાં સાકાર કરવા આજે ધારાસભ્ય મહેશ કસવાળાએ જ્યારે ચૂંટણી સમયે આપેલા વચનોમાં બાયપાસ રોડ અને સ્પોર્ટ્સ સંકુલ પહેલું પ્રાધાન્ય ગણ્યું હતું બાયપાસ ચાલુ થઈ ગયો ને આજે સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિ પૂજન કરીને 1વર્ષમાં રમતવીર બાળકો માટે આજના યુગને અનુરૂપ અને રમતવીરો માટે એક નવું સોપાન સાબિત થવાના ધ્યેયથી ધારાસભ્ય મહેશ કસવાળાએ સ્પોર્ટ્સ સંકુલના ભૂમિપૂજન વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીનો સહ્રદય આભાર વ્યક્ત કર્યો હતો ને માત્ર એકજ ધક્કે સ્પોર્ટ્સ સંકુલ માટે 7 એકર જમીન અને 5 કરોડ જેવી માતબર રકમથી આત્યરનો રમતવીર બાળક આગામી 2036 માં ઓલમ્પિક ભારત દેશમાં રમાઈ ને અમરેલી જિલ્લાના સાવરકુંડલા લીલીયાના બાળક ઓલમ્પિકમાં કુશળતા પ્રાપ્ત કરે તેવા અભિગમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું વિજન આગામી વર્ષોનું હોય તે સાર્થક કરવાના સ્વપ્નો લઈને નીકળેલા ધારાસભ્ય મહેશ કસવાળાએ કોન્ટ્રાકટરોને પણ અનુરોધ કર્યો હતો કે મારા તમારા બાળકોના ભવિષ્ય માટે નિર્માણાધિન સ્પોર્ટ્સ સંકુલમાં કોઈ કચાશ ન રહે તેમ એ ટુ ઝેડ ગ્રાઉન્ડ, દરવાજા, બગીચો, રમતગમતના ગ્રાઉન્ડ પોસ્ટમાં બતાઇ તેવું જ હોવું જોઈએ અને પાંચ પૈસા કોન્ટ્રાકટર ને ઓછા મળશે તો ચાલશે પણ બાળકોના ભવિષ્ય સમાનના સ્પોર્ટ્સ સંકુલમાં નહિ ચલાવી લેવાઈ કેમ કે આ મિલકત દેશના ભવિષ્ય સમાન ના બાળકોની હોવાનું મહેશ કસવાળાએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું આ સ્પોર્ટ્સ સંકુલમા વોલીબોલ કોર્ટ, ખોખો કોર્ટ, કબડી કોર્ટ, ટેબલ ટેનિસ હોલ, શૂટિંગ રેન્જ હોલ, મલ્ટી પર્પસ હોલ, જીમનેસિયમ, બેડમિન્ટન કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, યોગા એકવાન્ડો અને જુડો જેવી રમતોનો સમાવેશ થાય છે આ સ્પોર્ટ સંકુલ સતત ત્રણ વર્ષથી મહેનત કરતા શહેર ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ નાગ્રેચાની મહેનતને ધારાસભ્ય મહેશ કસવાલાએ બિરદાવેલ હતી ને ભૂમિ પુજનમા સ્પોર્ટ્સ ઓથોરિટીના અધિકારી પૂનમબેન કુમુકીયા, મામલતદાર, ભાજપ પ્રમુખ પ્રવીણભાઇ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઇ વેકરિયા, પાલિકા પ્રમુખ મેહુલભાઇ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત સદસ્ય રાણાભાઇ રાદડિયા, શહેર ભાજપ મહામંત્રી રાજુભાઇ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, તાલુકા મહામંત્રી નીતિનભાઈ નગદીયા, ચેતનભાઇ માલાણી, શહેર તેમજ સંગઠનના હોદ્દેદારો, યુવા ભાજપના કાર્યકર્તાઓ નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ, ચેરમેનશ્રીઓ, સદસ્યોશ્રીઓ હાજર રહ્યા હતા તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ યાદીમાં જણાવ્યું