અમરેલીમાં પ્રતાપભાઇ પંડયા ભવનનું લોકાર્પણ કરતા શ્રી રૂપાલા

અમરેલી,
અમરેલી ચિતલ રોડ ગાયત્રી શકિતપીઠના રોડ ઉપર હદયસ્થ શ્રી પ્રતાપભાઇ પંડયા શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર ભવન લોકાર્પણ કેન્દ્રીય મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાના વરદ હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય અને નાયબ ઉપદંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ડો. ભરતભાઇ કાનાબાર, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, સારહિ યુથ કલબના શ્રી મુકેશભાઇ સંઘાણી, શ્રી તુષારભાઇ જોષી, શ્રી વસંતભાઇ મોવલીયા, શ્રી ભાવેશભાઇ સોઢા, શ્રી મહેન્દ્રભાઇ જોષી, શ્રી કાળુભાઇ ભંડેરી, શ્રી દિનેશભાઇ પોપટ તેમજ જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ગાયક વિમલભાઇ મહેતાએ મહાદેવજીની સ્તુતિ રજુ કરી હતી. શ્રી ભીખુભાઇ અગ્રાવત દ્વારા સંસ્થાની માહિતી આપતા શ્રી પ્રતાપભાઇ પંડયાની સ્મૃતિઓને યાદ કરી હતી. શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્રના દાતાઓ તેમજ સેવા કર્મીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે આજે આપણે ખુબજ સવેદંનશિલ કામનું લોકાર્પણ કરીએ છીએ. પ્રતાપભાઇ પંડયાએ અમારા ગામમાં શિક્ષક તરીકે ઘણા સમય સુધી નોકરી કરી છે. આજે શિવરાત્રી નિમિતે ભગવાન ભોળાનાથ આપ સૌને કૃપા કરે. આજે મહિલા દિવસ છે. દેશમાં પ્રધાન મંત્રી દ્વારા નારિ શકિતનો કાર્યક્રમ છે ત્યારે આ કાર્યક્રમ સાર્થક થયો છે. આપડા મલકમાંથી સતી અને પાનબાઇ બેઠા છે. 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં કર્તવ્ય પથ પર આવખતે મહિલાઓનો દબદબો કયારે ભુલી શકાય નહીં તેવો રહ્યો છે. આપણા દેશમાં ખેતીવાડીમાં પરિવર્તન આવ્યું છે અને આધુનિક ખેતી બીન છે જેમાં અંતિમ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરાયો છે. તેમાં પણ ગામડાઓની દિકરીઓ દ્વારા ડ્રોનથી ખેતી વાડીમાં દવાઓનો છંટકાવ થશે. વડીલો તરફ જોવાનો જે બલાવ આવ્યો તે એક ચિંતાનો વિષય છે જે અંગે આજની નવી પેઢીએ વિચાર કરવો જોઇએ. અમેરિકામાં બેઠેલી મનીષાબેન જેવી દિકરી અમરેલી ચિંતા કરે છે. આપણા હદયસ્થ શ્રી પ્રતાપભાઇ પંડયા પાણીની સાથે પુસ્તકનું પરબ પણ ઉભુ કર્યુ છે. જે એક પુસ્તક માણસની જીંદગી બદલી શકે છે. ત્યારે આપણે હવે શ્રી પ્રતાપભાઇની અન્ન ઉપસ્થિતિમાં આ પુસ્તક પરબને જાળવવું પડશે તેમ શ્રી રૂપાલાએ જણાવ્યું હતું. કાર્યક્રમની આભારવિધી કાશ્મીરાબેન પંડયા દ્વારા કરવામાં આવી