ચરખા નજીક ટેન્કરે બાઇકને હડફેટે ચડાવતા યુવાનને ઇજા

અમરેલી,
બાબરા તાલુકાના ચરખા ગામે મુર્લિધર હોટલ પાસે સુર્યમુખી પેટ્રોલ પંપની સામે ભાવનગર હાઇવે ઉપર હિરેન નિતેષભાઇ માંગરોળીયા ઉ.વ.17 પોતાનું સ્પ્લેન્ડર બાઇક જી જે 05 એકસસી 5307નું લઇને ઘરેથી વાડીએ માલઢોરને નિરણ નાખવા માટે ગયેલ હતો અને વાડીએથી બાઇક લઇને ઘરે આવતા હોય તે દરમિયાન ચરખા ગામે મુર્લિધર હોટલ પાસે સુર્યમુખી પેટ્રોલ પંપની સામે ભાવનગર હાઇવે ઉપર ટેન્કર ટ્રક જી જે 14 એકસ 5421ના ચાલકે પુર ઝડપે અને બેફિકરાઇથી ચલાવી બાઇક સાથે ભટકાવી હિરેનને ઇજા કરી નાસી ગયાની બાબરા પોલીસ મથકમાં નિતેષભાઇ જેઠાભાઇ માંગરોળીયાએ ફરિયાદ