અમરેલીના 12 ગામોમાં રૂપિયા 25.25 કરોડના કામો મંજૂર કરાવતા શ્રી વેકરિયા

અમરેલી,
અમરેલીના ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના જાગૃત ધારાસભ્ય કૌશિક વેકરિયા રાજ્ય સરકારને જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટેની રજૂઆતો સતત કરતા આવ્યા છે. જિલ્લાના પંચાયત હસ્તકના અનેક રસ્તાઓના હયાત નાળા અને કોઝ વે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધાં જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રિપેર કરવાની જરૂરિયાત ઊભી થયેલ. જે બાબતને ગંભીરતાથીહાથ પર લઈને ધારાસભ્ય કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરેલ.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વાતની ગંભીરતા સમજીને તાત્કાલિક આવા કામો મંજૂર કરતાઅમરેલી તાલુકાના કુલ 12 ગામોના કામને જોબ નંબર ફાળવી કુલ રૂપિયા 25.25 કરોડના કામોને મંજૂરી આપી દીધેલ છે. આ કામોમાં અમરેલી તાલુકાના રંગપુર ગામે રંગપુર વિલેજ પોર્શન ઓડીઆર સુવિધાપથ ખાસ અંગભૂત યોજના સદર હેઠળ રૂપિયા 125 લાખના ખર્ચે બનશે. જશવંતગઢ ટુ સ્ટેટ હાઇવેનો વિલેજ માઈનોર બ્રિજ રૂપિયા 180 લાખના ખર્ચે, ચિત્તલ લાતીબજાર રોડ માઇનોર બ્રિજ 150 લાખના ખર્ચે, ગાવડકા ટ ચલાલા સ્ટેટ હાઇવે માઇનોર બ્રિજ 110 લાખના ખર્ચે, મોટા આંકડિયા પીપળલગ રોડ માઇનોર બ્રિજ તથા પ્રોટેક્શન વોલ 220 લાખનાં ખર્ચે, ટિંબલા એપ્રોચ રોડ માઈનર બ્રિજ 180 લાખના ખર્ચે, ચાડિયા મેડી રોડ સ્લેબ ડ્રેઇન 70 લાખના ખર્ચે, હરીપુરા સુરગપુરા રસ્તો માઇનોર બ્રિજ તથા પ્રોટેક્શન વોલ 200 લાખના ખર્ચે, સુરગપુરા એપ્રોચ રોડ માઇનોર બ્રિજ 80 લાખના ખર્ચે, મોટા આંકડિયા દલિતવાસ રસ્તો સ્લેબ ડ્રેઇન60 લાખના ખર્ચે, ચંપાથળ ટુ સાવરકુંડલા સ્ટેટ વી આર મેજર બ્રિજ 950 લાખના ખર્ચે અને નવા આંકડિયા વિલેજ પોર્શન માઈનર બ્રિજ રૂપિયા 200 લાખના ખર્ચે નોર્મલ સદર હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે. આમ ઉપર મુજબના કુલ 12 કરતા વધું ગામોને સ્પર્શતા રસ્તાને લગતા કામો રૂપિયા 25.25 કરોડને ખર્ચેમંજૂર થવાથી આગામી દિવસોમાં નવા પુલ તથા નવા સી. ડી. વર્કસના કામો હાથ ધરી પૂર્ણ કરવામાંઆવશે.