લાઠી, બાબરા અને દામનગરના રૂા.19.65 કરોડના કામો મંજૂર

બાબરા,
હાલ ગુજરાતની રાજ્ય સરકાર તેમજ દેશની કેન્દ્ર સરકાર દ્વારા શહેરો અને ગ્રામ્ય કક્ષાના રોડ રસ્તા નાળા પુલો, માઇનર બ્રીજ સહિતના કામો પૂરજોશમાં થઈ રહ્યા છે ત્યારે લાઠી બાબરા દામનગર વિસ્તારના જાગૃત અને સતત પ્રયત્નશીલ ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા દ્વારા લાઠી બાબરા દામનગર વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી પાસે રજૂઆતો કરી વિધાનસભાની ચૂંટણી વખતે તેઓએ પ્રજાને આપેલા વચનો પૂર્ણ કરવા સતત પ્રયાસો કરી રહ્યા છેઆ અગાઉ પણ ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના પ્રયાસોથી પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે આશરે રૂપિયા 60 કરોડ જેવી માતબર રકમના કામો પાણી પુરવઠા બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે અને જે કામો હાલ પ્રગતિ હેઠળ છેત્યારે હાલમાં લાઠી બાબરા દામનગર વિસ્તાર માટે રૂપિયા 19.65 કરોડના નવા કામો મંજૂર કરાવી વિધાનસભાની ચૂંટણી વખતે આપેલા વચનોને પૂરા કરવામાં ધારાસભ્ય જનક તળાવીયા ખરા સાબિત થયા